આવો આતમ જ્યોત જગાવો, દિવાળીએ પોર્ટફોલિયો સજાવો, દિલથી હસાવો, સંવત 2076માં કમાઓ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 20, 2019

આવો આતમ જ્યોત જગાવો, દિવાળીએ પોર્ટફોલિયો સજાવો, દિલથી હસાવો, સંવત 2076માં કમાઓ

દિવાળીના સપરમા દિવસે બીએસઇ અને એનએસઇ ખાતે મૂહુર્તના સોદાના ઇંતજારમાં જાણે ઓપરેટરો, ઇન્વેસ્ટરો, ટ્રેડરો અને દલાલો ઘેલા થયા છે. રવિવારે દિવાળી આવે છે અને અમારે તો સોમવારે જ પેપર ફોડીને ક્યા શેર લઇને મૂરત કરવું એ જણાવી દેવાનું છે, તેથી એટલું જ કહીને આરંભ કરીએ કે “સજની આ રે ચોઘડીયું અમૃત-લાભનું, ફરી નહીં આવે મોકો , શેરોમાં નાણા રોકો, સાથે ચાલીને લોકો, રોકાણ કીજીએ......” 27મી ઓક્ટોબરને રવિવારે સાંજે 6.15થી 7.15માં મુહૂર્તના સોદા થશે ત્યારે મુંબઇના આકાશમાં સૂરજ 6.08 કલાકે આથમી ચૂક્યો હશે અને રાત્રિનું પહેલુ શુભ ચોઘડીયું ચાલતુ હશે, તે પછી અમૃત છે.

જોકે શેર બજારના સોદા શુભમાં જ થઇ ગયા હશે. ચિત્રા નક્ષત્ર, વિષ્કુંભ યોગ અને કિંસ્તુઘ્ન કરણ ચાલતુ હશે. શનિ અને ગુરૂની હોરામાં થનારા આ મૂરતના સોદા સૌને શનિ અને ગુરૂની અતિ લાંબી ચાલ જેવું ઘણો સમય ટકી રહે એવું શુભ ફળ આપે એવી ભગવાનને પ્રાર્થના.

નિ

માર્કેટ ઇકોનોમિ

કનુ જે દવે

બિઝનેસ ભાસ્કરમાં આવતી તમામ ભલામણ અને ટિપ્સ અંગે વાચકોએ નિષ્ણાતની સલાહ લઇને જ નિર્ણય લેવો

વિક્રમ સંવત 2076માં બમ્પર કમાણી કરવા સાત શેર્સના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં વધુ 4 શેર્સનો ઉમેરો કરો

સાત શેર્સની એસઆઇપીમાં વધુ 4 શેર્સ ઉમેરો

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગના સોનેરી સૂત્રો

આપ સૌ શેરબજારના ફ્રંટલાઇન સૈનિકોને બિરદાવી આ દિવાળીથી ઇન્ટ્રાડે કરવું જ હોય તો આટલા મુદ્દા ધ્યાનમાં લઇને શિસ્તપૂર્વક વેપાર કરશો તો 2076નું વર્ષ તમારું છે.

ફ્લેશ બેકઃ સાત શેરોની ગઇ દિવાળીએ શરૂ કરેલ SIP ચાલુ રાખી આ દિવાળીએ તેમાં વધુ 4 ઉમેરી 11 શેરોની કરી દો. ટોપ 13માંથી (1) હિન્દુસ્તાન યુનિલીવર, (2) આઇસીઆઇસીઆઇ બેન્ક, (3) ઇન્ફોસીસ,(4) લાર્સન,(5) રિલાયન્સ, (6) એસબીઆઇ અને (7) ટીસીએસ આ સાત જાતો ત્યારે 200 દિવસીય એવરેજથી ઉપર હતી અને તેમાં દિવાળીના દિવસથી એક રોકાણ વ્યૂહ સૂચવ્યો હતો. સાત તારીખ , સાત જાતો અને પ્રત્યેકમાં સાત શેર ખરીદી સાતના શુભાંકનો સુભગ સમન્વય સાધવાની સલાહ અપાઇ હતી. અંદાજે 50થી 52 હજાર રૂપિયાના રોકાણથી વિક્રમ સંવત 2075ની આ અલગ પ્રકારની એસઆઇપીની શરૂઆત કરી આગળ કેમ ચાલવું તેનું માર્ગદર્શન પણ આપ્યું હતુ કે 7મી ફેબ્રુઆરીના રોજ પાછા આ જ જાતોના 7-7 શેર ભાવ વધ્યા હોય કે ઘટ્યા હોય પોર્ટફોલિયોમાં ઉમેરવા અને તે જ રીતે 7મી મે અને 7મી ઓગસ્ટના રોજ કરવું એમ કરતા તો નવી દિવાળી આવી જશે અને ત્યારે આ પૂરા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરી 100 ટકાથી ઓછું એપ્રીશીએશન હોય કે કોઇ જ મૂલ્યવૃદ્ધિ ન થઇ હોય તો આ જ રીતે આગળ વધતા જવું પણ જો પૈસા ડબલ થઇ ગયા હોય તો 50 ટકા નફો અંકે કરી એ જ રકમ ડેબ્ટ ફંડ કે એફડી કે અન્યત્ર રોકી એમાંથી સિસ્ટોમેટીક વિથડ્રોઅલ કરતા જઇ આ આપણી યુનિક ટ્રીપલ સેવન એસઆઇપી આ જ રીતે આગળ ચાલુ રાખવી એમ જણાવ્યુ હતુ. તા. 18-10-2019ના રોજ આ 7 જાતોમાંથી સૌથી વધુ વળતર હિન્દુ. યુનિલીવરે 21.12 ટકાનું આપ્યું છે.

પ્રિ-ઓપન સેશન પતે કે તરત જ નિફ્ટી ફિફ્ટીમાંથી કયાં પાંચ શેરો ટોપ ટર્નઓવરમાં છે એ જોઇ લેવું હિતાવહ રહેશે.

જે શેરમાં સોદો કરવો હોય તેના પ્રિઓપન પછીના નવને સાત મિનિટે અને સવાનવે બજાર શરૂ થાય ત્યારે ઓપન, હાઇ, લો,કરંટ

જો કરંટ ભાવ પ્રીવીયસ ક્લોઝીંગથી,આજનો ઓપનીંગ લો હોય અને વેઇટેડ એવરેજથી ઉપર હોય તો તેજી થવાની ઘારણાએ સોદો કરો.

દિન દૂની રાત ચૌગુની કમાણી કરી શકાય

સ્ટોપલોસ પ્રીવીયસ ક્લોઝ અને ઓપન લો આ ત્રણેયમાંથી જે નીચો કે ઊંચો ભાવ હોય તેનો રાખવો.

એવરેજોના ઓર્ડરનું મહત્વ સમજી આ શેરોમાં પણ ઝંપલાવાય કોઇ પણ ભાવ, પાંચ દિવસના એવરેજ ભાવથી ઉપર હોય, 5 દિવસની એવરેજ 12 દિવસની એવરેજથી ઉપર હોય, 12 દિવસની એવરેજ 25 દિવસની એવરેજથી ઉપર હોય, 25 દિવસની 50 દિવસથી, 50ની 100 દિવસથી અને 100 દિવસની એવરેજ 200 દિવસની એવરેજથી ઉપર હોય તો એવા શેરનો આંતરપ્રવાહ મજબૂત છે એમ માની શકાય. આ શેરોમાં પણ મૂરતથી એસઆઇપી કરી શકો છો, આ યાદી આપવાનો હેતુ માર્ગદર્શનનો જ છે, તમે જાતે સિલેક્શન કરીને દિન દૂની રાત ચૌગુની કમાણી કરો એવી આશા રાખીએ. આ જાતો છે એરોન ઇન્ડસ્ટ્રીઝ, એબીબી, અદાણી એન્ટરપ્રાઇસ,અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમીશન, એક્ઝો નોબલ, આલ્કાઇલ અમાઇન્સ, અમૃતાંજન,એપોલો હોસ્પીટલ, બીઇએમએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ,BPCL, ફિનોલક્સ ઇન્ડ, ફાઇન ઓર્ગેનિક, ગેલેક્સી સરફેક્ટંટ, ગાર્ડન રીચ શીપ. , ગોડફ્રે ઉિલીપ્સ, ગલ્ફઓઇલ લુબ્રી.,HDFC એસેટ મેનેજમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, કાન્સાઇ નેરોલેક, લાર્સન, મંગલમ સિમેન્ટ, મન્નાપુરમ, એમસીએક્સ, મોલ્ડટેક પેકેજીંગ, એલઆઇઆઇટી ટેક વગેરે.

પોણા દસે ફરીથી ઉપર જણાવેલ ભાવો,વોલ્યુમ અને ટર્નઓવરની નોંધ કરી જો તમે માંડેલ સોદો રાઇટ દિશામાં હોય તો પોઝીશન વધારવી.

સ્ટોપલોસ બપોરે બે વાગ્યા પહેલા ટ્રીગર થઇ જાય તો રિવર્સ ટ્રેડ કરવો, પરંતુ 2 પછી સ્ટોપલોસ ટ્રીગર થાય તો બુક બંધ કરવી.

સ્ટોપલોસ અને પહેલાં સોદાના ભાવ વચ્ચે ઓળીયું વધારવું હોય તો ભાવ સ્ટોપલોસ તરફ જતો હોય તેમ તેમ ઓળીયું વધારવું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - come up with the latest flame decorate the portfolio with a wall laugh out loud earn in samvat 2076 062058
Div News - come up with the latest flame decorate the portfolio with a wall laugh out loud earn in samvat 2076 062058


from Divya Bhaskar https://ift.tt/32xUvh1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here