આ અંગેની સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રહેતા સોનલબેન એસ.બી.આઈ.માં પોતાનું એકાઉન્ટ ધરાવે છે.બે દિવસ પહેલા અા મહિલાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે હું કેબીસીમાંથી બોલું છું. તમને ઈનામ લાગ્યુ છે. આ માટે તમારે પૈસા જમા કરાવવા પડશે. કેબીસીમાંથી ઈનામ લાગ્યાની જાણ થતાં જ મહિલાની ખુશીનો પાર ના રહ્યો. તેણે તુરંત જ પોતાને મેસેજમાં આવેલા બેન્ક એકાઉન્ટમાં રૂ.13 હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા. મહિલાની ઈનામ લાગ્યાની ખુશી જાજો સમય ન ટકી. મહિલા તો ઈનામની રાહ જોતી હતી ત્યાં પણ હકીકતે પોતાની બચત કરેલા પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. બેન્કમાં પૈસા જમા કર્યા છે તે જાણ કરવા માટે મહિલાએ ફોન કર્યો તે ફોન બંધ આવતો હતો. આખરે મહિલાને ખબર પડી હતી કે પોતાની સાથે ઠગાઈ થઈ છે. તેણી તુરંત જ બેન્કમાં પહોંચી હતી અને બેન્ક અધિકારીને જાણ કરી હતી. ત્યાં તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટ ખોટું હોવાનું માલૂમ પડ્યું હતું. બેન્ક અધિકારીએ મહિલાને આવી રીતે રકમ જમા નહીં કરવાની સલાહ આપી હતી. હાલ આ કેસની તપાસ ચાલુ છે. નોંધનીય છે કે, બેન્ક પોતાના ગ્રાહકોને વારંવાર આ પ્રકારે રકમ જમા નહીં કરાવવા તેમજ પોતાના પિન કે એકાઉન્ટ નંબર નહીં આપવા ખાસ તાકીદ કરે છે. આમ છતાં લોકો લાલચમાં આવીને આવી ભૂલ કરી બેસે છે. (નોંધ મહિલાનું નામ બદલ્યું છે.)
આટલી સાવધાની જરૂરી
આરબીઆઇ અને તમામ બેંકો દ્વારા વારંવાર ગ્રાહકોને સુચીત કરવામાં આવતું છે કે અમે ક્યારેય ફોન કરીને પીન કે ઓટીપી મંગાવતા નથી. તેમ છતાં ગ્રાહકો આ રીતે લોભામણી લાલચમાં આવી જઇ વગર વિચાર્યે નાણાં જમા કરાવી દે છે અને અંતે નુકસાની વહોરે છે. આથી ક્યારેય પણ અજાણી વ્યક્તિને બેંક એકાઉન્ટ નંબર, પીન કે ઓટીપી આપવો નહીં જ. નેટ બેંન્કિંગ વખતે પણ પુરતી સાવધાની રાખવી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2McQUxZ
via IFTTT
No comments:
Post a Comment