સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની પ્રથમ વર્ષગાંઠે કેવડિયામાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોને સાતમા પગાર પંચના અમલની જાહેરાત કરી હતી. તેમણે સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરવા ભારત અને કાશ્મીર વચ્ચેની અસ્થાયી દિવાલને નેસ્ત નાબૂદ કરી દીધી હોવાનું પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમાનું પુષ્પપૂજન કરી આદરાંજલી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડ તથા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોદીએ 370 અને 35-એ કલમનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે કશ્મીરનો મુદ્દો તેમની પાસે રહ્યો હોત તો તેને ઉકેલવામાં આટલું મોડું ના થયું હોત. તેઓ દેશને સાવચેત કરીને ગયા હતા, જમ્મુ કશ્મીરનું ભારતમાં એકીકરણ જ એકમાત્ર ઉપાય છે. આજે તેમની જન્મ જ્યંતિ પર 370 ની કલમ હટાવવાનો ફેંસલો તેમને સમર્પિત કરું છું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, એકતાના પૂજારી સરદાર સાહેબની જન્મ જ્યંતિ પર જ લદ્દાખ અને જમ્મુ કશ્મીર તેમના ઉજ્જવલ ભવિષ્ય તરફ મજબૂત કદમ ઉઠાવી રહ્યા છે. નવા હાઇવે, રેલવે લાઇન, સ્કૂલ, કોલેજ તેમજ હોસ્પિટલ જમ્મુ કશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જશે.
એટલું જ નહીં, સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ જવાનોને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીના બરાબર સુવિધા મળશે, આજથી જ તેમને સાતમા પગાર પંચનો લાભ મળવાનું શરૂ થઇ જશે. નવી વ્યવસ્થા જમીન પર લકીર ખેંચવા માટે નથી પણ આ નિર્ણય વિશ્વાસની મજબૂત કડી બનાવવા માટેનો સાર્થક પ્રારંભ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/325zEAP
via IFTTT
No comments:
Post a Comment