
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પરથી પોલીસે એક વાડીની જગ્યામાં પાર્ક કરાયેલા પીકઅપ વાનમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી મળી 2016 બોટલનો જથ્થો કબજે કર્યો હતો.જયારે તેના નંબરના આધારે ચાલક સહીતનાની શોધખોળ હાથ ધરી છે.જયારે એરફોર્સ રોડ પર પોલીસે અન્ય એક પીક અપવાનમાંથી દારૂનો 432 બોટલ જથ્થો પકડી પાડયો હતો જેનો ચાલક નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.શહેરમાં એરફોર્સ રોડ પર ખેતીવાડી ફાર્મ પાસે ઇંગ્લીશ દારૂની હેરાફેરી મામલે બાતમીના આધારે પોલીસે એક બોલેરો જીપની તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની 432 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.2.16 લાખનો દારૂનો જથ્થો ઉપરાંત બોલેરો પીકઅપ વાન સહીત રૂ.4.66 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જોકે,આ દરોડા પુર્વે જ તેનો ચાલક દિનેશ વાઘેલા નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.જયારે દિવાળી પર્વની રાત્રે સીટી સી પોલીસની ટીમે પેટ્રોલિંગ વેળાએ મળેલી બાતમીના આધારે હિરજી મિસ્ત્રી રોડ પર પ્રવિણ દાઢીની વાડી તરીકે ઓળખાતી જગ્યા પાસે દરોડો પાડયો હતો જે દરોડા દરમિયાન પોલીસને બોલેરો પીક અપ વાનમાંથી ઇંગ્લીશ દારૂની 240 મોટી બોટલ, 1776 ચપટા મળી આવી હતી.આથી પોલીસે દારૂનો જથ્થો અને પીક અપ વાન સહીતનો મુદામાલ કબજે કરી તેના નંબરના આધારે ચાલક-માલિકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NrWjBW
via
IFTTT
No comments:
Post a Comment