
કેશોદમાં બુધવારે મીની વાવાઝોડુ આવ્યું હતું. ખેતરમાંથી મગફળીનાં પાથરા ઉઠી ગયા હતાં. તેમજ કેશોદ શહેરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડૂતોને મોટી નુકશાની ગઇ હતી. કેશાેદ પંથકમાં બુધવારે મીની વાવાઝાેડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પંથકમાં 2 થી 4 ઇંચ પાણી પડી ગયું હતું અને ભારે પવનના કારણે ઢાંકેલા મગફળીનાં ઢગલાઓ પરથી પ્લાસ્ટીકની તાલપત્રી અને પાથરાઓ ઉડયા હતા. જયારે જુદી જુદી જગ્યા પર વીજળી પડયાના બનાવાે બન્યા હતા. આમ હાલ કમાૈસમી વરસાદના પગલે ઉંચી મજુરી ચુકવીને પણ ખેડુતાે રહી સહી મગફળી બચાવવા રજા પાડ્યા વગર દિવાળીના દિવસાેમાં રાત દિવસ કામ કર્યું હતું. એવા જ સમયે અચાનક ભારે વરસાદ પડતાં મગફળીના પાકને નુકશાન પહાેંચાડયું છે ત્યારે જગતનાેતાત હવે વરસાદને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાે છે અને સરકાર પાસે પાકના નુકશાનીનું વળતર ચુકવવા સહાયની માંગણી કરી રહ્યાે છે. તેમજ કેવદ્રા ગામમાં છેલ્લા આઠ દિવસમાં આઠ ઈંચ વરસાડ પડી ગયો છે. જેમાં ગામનાં વલ્લભભાઈ દેવશીભાઈ લાડાણીની મગફળી પલળી ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2r4bz0x
via
IFTTT
No comments:
Post a Comment