બગસરા અને વિસાવદર પંથકમાં આ માનવભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યો હતો. આ વિસ્તારમાં દિપડાએ પાંચ લોકોને ફાડી ખાધાનું કહેવાય છે. દિવાળી પહેલા બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામના 75 વર્ષીય વૃધ્ધ ખેડૂતને દિપડાએ ફાડી ખાધા હતાં. જેને પગલે ખેડૂતવર્ગમાં ભારે રોષ હોય વનતંત્રએ માનવભક્ષી દિપડાને પકડવા જુદા જુદા 10 પાંજરા ગોઠવ્યા હતાં. દરમિયાન આજે વહેલી સવારે સાપર અને સુડાવડની સીમમાં ગોઠવેલા પાંજરામાં દિપડો સપડાઇ ગયો હતો.
દિપડો પકડાયાની જાણ થતા જ સાપર, સુડાવડ અને લુંધીયા ગામના ખેડૂતો અહિં મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં અને આ દિપડો માનવભક્ષી હોય તેને ઠાર મારવા માંગ કરી હતી. વનતંત્રએ મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકો ત્યાંથી ન હટતા આખરે પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસ વડા પણ દોડી આવ્યા હતાં. આમ છતાં મામલો થાળે ન પડતા આખરે પોલીસે હળવી લાઠીઓ વિંઝી એકઠા થયેલા લોકોને વિખેરી નાખ્યા હતાં. જો કે પોલીસ સાથે તકરાર કરનાર 10 લોકોને ઉપાડી લઇ બગસરા પોલીસ મથકે લવાયા હતાં. મોડીથી જાણવા મળતી વિગત મુજબ આ અંગે ગુનો નોંધવા પણ તજવીજ હાથ ધરાઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N3Aeul
via IFTTT
No comments:
Post a Comment