ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પાવન નગરી દ્વારકામાં દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને દિપાવલીના શૂભ દિને ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા નુતન વર્ષના અન્નકુટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.દિવાળીના તહેવાર દરમિયાન રાજાધિરાજને વિવિધ વસ્ત્રો,પરીધાન,અલંકાર અને ઝવેરાતથી નવાજમાં આવ્યા હતાં.આ અલૌકિક દર્શન મનોરથની ઝાંખી માત્રથી જ મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે.સાથે સાથે ભાઇબીજના દિવસે પણ લાખો ભાવિકભક્તોએ ગોમતિનદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
દિવાળીના તહેવાર દરમિયાન ભગવાન દ્વારકાધીશના જગતમંદિરને રોશનીથી શુસોભિત કરવામાં આવ્યું હતું. તેમજ જગતમંદિરમાં આવેલા અન્ય તમામ મંદિરોમાં પણ અલગ અલગ દર્શનોની વિશેષ ઝાંખી બહારથી પધારેલ ભાવિકોએ નિહાળી હતી.અને ભાવવિભોર બન્યા હતાં.ભાવિકોની ભીડને અનુલક્ષીને શહેરની તમામ હોટેલ,ગેસ્ટહાઉસ અને ધર્મશાાળઓમાં એડવાન્સ બુકિંગ થઇ ગયા હતાં.તેમજ ભાઇબીજના દિવસે પરંપરાગત સાંજના સમયે ગોમતિ નદીમાં દીવડાની હારમાળા તરતી મુકવામાં આવી હતી.આ સમયે હજારોની સંખ્યામાં ગ્રામજનો તથા બહારથી આવેલા ભાવિકો પણ ઉમટી પડ્યા હતાં.
તહેવારને ઉજવવા વેકેશનનો સદઉપયોગ કરી બહારથી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામ દ્વારકા ઉપટી પડ્યા હતાં. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.શહેરના ધીરૂભાઇ અંબાણી માર્ગ,જોધા માણેક રોડ, તીનબતી ચોક, સ્વામિનારાયણ માર્ગ, ભદ્રકાલી ચોક સહિતના વિસ્તાોરમાં વાહનોની લાંબી કતારો લાગી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/325zERl
via IFTTT
No comments:
Post a Comment