
અમરેલી એસટી ડેપોમાં રાત્રી દરમિયાન મેનેજર એ.પી. કરમટા અને સુરક્ષા શાખાના સિક્યુરિટી આસિસ્ટન્ટ એસ.પી.ભારાઈ અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં બ્રિથ એનેલાઈઝર મશીન લઈ ડ્રાઈવરોનું ચેકીંગ કરવા પહોંચી ગયા હતા. આ ચેકીંગ દરમિયાન રાત્રીની 11:10ની જાફરાબાદ કૃષ્ણનગર રૂટની બસના ડ્રાઈવર વાહિદભાઈ દાઉદભાઇ મજેઠીયાનુ બ્રિથ એનેલાઈઝર મશીનથી તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવરના ચેકીંગ દરમિયાન 010.6 એમજી/ 100એમએલ માત્રામાં આલ્કોહોલ આવેલ હતો. જેના પગલે એસટી ડેપો મેનેજરે સીટી પોલીસને બોલાવી ડ્રાઈવર વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. અમરેલી ડેપો મેનેજર કરમટાએ 15 દિવસમાં પ્યાસીઓ સામે કડક કાર્યવાહી કરતા ડ્રાઈવરોમાં ફફડાટ ફેલાયો હતો. શું અમરેલી ડેપોમાં ચેકીંગ કરવાથી ડ્રાઈવર દારૂ મુક્ત થશે ? હવે વિભાગના 6 ડેપોમાં ક્યારથી ચેકીંગ હાથ ધરાશે ?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oaY8e3
via
IFTTT
No comments:
Post a Comment