નેપાળના ઉદ્યોગપતિઓ અને વહીવટીતંત્રએ એવરેસ્ટ પર દાયકાઓથી પ્રોફેશનલ માઉન્ટેનિયરિંગથી થયેલું નુકસાન ભરપાઇ કરવા માટે નવા વિચારો પર કામ કરવાનું શરૂ કર્યું છે. એવરેસ્ટ પરથી ટનબંધ કચરો ઉપાડાય છે, જેમાં ખાલી કેન, ગેસ કેનિસ્ટર, બોટલ્સ, પ્લાસ્ટિક તથા પર્વતારોહણ સંબંધી સામગ્રી સામેલ છે. સ્થાનિક રિસાઇકલિંગ સંસ્થાન બ્લૂ વેસ્ટ ટુ વેલ્યુના નવીન મહારંજને કહ્યું કે કચરો બેકાર ન જવો જોઇએ. અમે એવરેસ્ટ પરથી એલ્યુમિનિયમ, કાચ, પ્લાસ્ટિક અને લોખંડ ઉપાડીએ છીએ. તેમાંથી મોટા ભાગનાનું રિસાઇકલિંગ શક્ય છે. એવરેસ્ટની બગડતી હાલત અંગે ટીકા બાદ નેપાળ સરકાર અને પર્વતારોહક જૂથોએ તાજેતરમાં 6 અઠવાડિયાં સુધી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. કચરાને લાઇટ અને કાચની સામગ્રીમાં ફેરવતી કંપની મોવારે ડિઝાઇન્સના ઉજેન લેપચાના જણાવ્યાનુસાર, લોકો આ પ્રકારનાં ઉત્પાદનો જુએ છે ત્યારે દંગ રહી જાય છે. પૂછવા લાગે છે કે શું આવી વસ્તુઓ બનાવવી શક્ય છે?
ઇ-કોમર્સ કંપનીઓ વધુ પ્લાસ્ટિક વાપરે છે, એનજીટીએ રિપોર્ટ માગ્યો
નવી દિલ્હી | એનજીટીએ 16 વર્ષના અરજદાર અાદિત્ય દુબેની અરજી અંગે સુનાવણી કરતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) પાસેથી વસ્તુઓના પેકેજિંગમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે રિપોર્ટ માગ્યો છે. સીપીસીબીને રિપોર્ટ સોંપવા એક મહિનાનો સમય અપાયો છે. આદિત્યની અરજીમાં ઇ-કોમર્સની દિગ્ગજ કંપનીઓ- અેમેઝોન અને ફ્લિપકાર્ટને વસ્તુઓના પેકેજિંગમાં પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગ પર રોક લગાવવાનો આદેશ આપવા અનુરોધ કરાયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31B7tcv
via IFTTT
No comments:
Post a Comment