દક્ષિણ આફ્રિકા 83 વર્ષ બાદ એક સીરિઝમાં 2 મેચ ઈનિંગ્સથી હાર્યું, ભારત સામે પ્રથમવાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

દક્ષિણ આફ્રિકા 83 વર્ષ બાદ એક સીરિઝમાં 2 મેચ ઈનિંગ્સથી હાર્યું, ભારત સામે પ્રથમવાર

કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજીવાર દ.આફ્રિકા વિરુદ્ધ સીરિઝ જીતી. પ્રથમવાર 2015માં જીત મળી હતી.

કોહલીની કેપ્ટન્સીમાં ત્રીજીવાર ક્લિન સ્વીપ

3 કે તેથી વધુ મેચોની સીરિઝમાં ક્લિન સ્વીપની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ છઠ્ઠીવાર આ સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ 3 વાર કોહલીની કેપ્ટન્સીમાં, 2 વખત અઝહરુદ્દીનની કેપ્ટન્સીમાં અને 1 વખત ધોનીની કેપ્ટન્સીમાં આમ કર્યું છે.

6 વર્ષમાં ટીમે ત્રીજી વખત ક્લિન સ્વીપ કરી

મેચ વિરુદ્ધ વેન્યૂ વર્ષ કેપ્ટન

3 ઈંગ્લેન્ડ ભારત 1993 અઝહરુદ્દીન

3 શ્રીલંકા ભારત 1994 અઝહરુદ્દીન

4 ઓસ્ટ્રેલિયા ભારત 2013 મહેન્દ્રસિંહ ધોની

3 ન્યૂઝીલેન્ડ ભારત 2016 વિરાટ કોહલી

3 શ્રીલંકા શ્રીલંકા 2017 વિરાટ કોહલી

3 દ.આફ્રિકા ભારત 2019 વિરાટ કોહલી

કોહલીએ 10 માંથી 7 મેચ જીતી, માત્ર 2માં હાર મળી

કોહલીની કેપ્ટન્સીમાં દ.આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં 7મી જીત અપાવી. તેણે 10 મેચ કેપ્ટન તરીકે રમી છે. 2 મેચમાં ટીમ હારી છે. જ્યારે અન્ય 6 કેપ્ટન (ધોની, સચિન, દ્રવિડ, ગાંગુલી, અઝહરુદ્દીન, કુંબલે)એ 29 મેચમાંથી 7 મેચ જીતી. 13માં હાર મળી.

જીતના 2 મુખ્ય કારણો

બોલિંગ : ભારતે 60 તો દ.આફ્રિકાએ માત્ર 25 વિકેટ ઝડપી

ભારતીય બોલર્સે સીરિઝમાં 60 વિકેટ જ્યારે આફ્રિકન બોલર્સ 25 વિકેટ ઝડપી શક્યા. બંને વચ્ચે 35 વિકેટનું અંતર રહ્યું. ટેસ્ટ ઈતિહાસમાં 3 મેચની સીરિઝમાં આના કરતા મોટું અંતર માત્ર 3 વાર રહ્યું છે. સૌથી વધુ અંતર શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની સીરિઝમાં (2007) 44 વિકેટનું રહ્યું હતું. શ્રીલંકાએ 60 વિકેટ ઝડપી હતી જ્યારે બાંગ્લાદેશે માત્ર 16 વિકેટ ઝડપી હતી.

બેટિંગ : ટોપ-5

બેટ્સમેનોની એવરેજમાં 74નું અંતર છે

ભારતના ટોપ-5 બેટ્સમેનોએ સીરિઝમાં 91.05ની એવરેજથી 1730 રનની ભાગીદારી કરી. દ.આફ્રિકન ટીમના ટોપ-5 વચ્ચે 17.10ની એવરેજથી 513 રનની ભાગીદારી જોવા મળી. આ 100 વર્ષમાં બીજું સૌથી મોટું અંતર છે. સૌથી મોટુ અંતર 2015-16માં ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝ વચ્ચેની સીરિઝમાં હતું. ત્યારે આ અંતર 103.68નું હતું.

1936માં ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વખત ઈનિંગ્સથી હરાવ્યું હતું

19 વર્ષ અગાઉ 0-2થી મળેલી હારનો બદલો લીધો

બંને દેશો વચ્ચે આ 14મી સીરિઝ હતી. વર્ષ 2000માં ભારતમાં રમાયેલી 2 મેચની સીરિઝમાં દ.આફ્રિકાને 2-0થી જીત મળી હતી. આ એકમાત્ર સીરિઝ હતી જેમાં ભારતને તમામ મેચમાં હાર મળી હતી. ભારતે 19 વર્ષ બાદ ત્રણેય મેચો જીતી તેનો બદલો લીધો છે. સીરિઝની વાત કરીએ તો ભારતે 4 જ્યારે દ.આફ્રિકાએ 7 સીરિઝ જીતી છે. 3 સીરિઝ ડ્રો રહી છે.

ભારતના ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 240 પોઈન્ટ, 6 ટીમોના 232

ટીમ મેચ જીત હાર પોઈન્ટ

ભારત 5 5 0 240

ન્યૂઝીલેન્ડ 2 1 1 60

શ્રીલંકા 2 1 1 60

અોસ્ટ્રેલિયા 5 2 2 56

ઈંગ્લેન્ડ 5 2 2 56

વેસ્ટ ઈન્ડિઝ 2 0 2 0

દ.આફ્રિકા 3 0 3 0

સ્કોર બોર્ડ ભારત vs દ.આફ્રિકા

ભારત પ્રથમ ઈનિંગ્સ: 9/497 ડિક્લેર

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ: 162/10

દ.આફ્રિકા (8/132થી આગળ) રન બોલ 4 6

બ્રુએન કો.સાહા બો.નદીમ 30 49 4 1

નોર્ત્જે અણનમ 5 16 1 0

એનગિડી કો.એન્ડ બો.નદીમ 0 1 0 0

એક્સ્ટ્રા: 6 કુલ: 133/10 (48 ઓવર), વિકેટ: 9-133, 10-133, બોલિંગ: શમી:10-6-10-3, ઉમેશ:9-1-35-2, જાડેજા: 13-5-36-1, નદીમ: 6-1-18-2, અશ્વિન: 10-3-28-1.

બેટિંગ-બોલિંગ બંનેમાં ભારતીય ખેલાડીઓ આગળ

બોલર ઈનિંગ્સ વિકેટ

આર અશ્વિન 6 15

મોહમ્મદ શમી 6 13

રવીન્દ્ર જાડેજા 6 13

ઉમેશ યાદવ 4 11

કાગિસો રબાડા 4 7

બેટ્સમેન ઈનિંગ રન

રોહિત શર્મા 4 529

મયંક અગ્રવાલ 4 340

વિરાટ કોહલી 4 317

ડીન અેલ્ગર 6 232

અજિંક્ય રહાણે 4 216

સીરિઝમાં ભારતીય બોલર્સે દર 49માં બોલે વિકેટ ઝડપી છે. જ્યારે આફ્રિકન બોલર્સે 115માં બોલ પર વિકેટ ઝડપી.

ભારત પ્રથમ ઈનિંગ્સ: 9/497 ડિક્લેર

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ્સ: 162/10

દ.આફ્રિકા (8/132થી આગળ) રન બોલ 4 6

બ્રુએન કો.સાહા બો.નદીમ 30 49 4 1

નોર્ત્જે અણનમ 5 16 1 0

એનગિડી કો.એન્ડ બો.નદીમ 0 1 0 0

એક્સ્ટ્રા: 6 કુલ: 133/10 (48 ઓવર), વિકેટ: 9-133, 10-133, બોલિંગ: શમી:10-6-10-3, ઉમેશ:9-1-35-2, જાડેજા: 13-5-36-1, નદીમ: 6-1-18-2, અશ્વિન: 10-3-28-1.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - south africa lost 83 matches after 2 years in a series for the first time against india 063037
Div News - south africa lost 83 matches after 2 years in a series for the first time against india 063037


from Divya Bhaskar https://ift.tt/31EkL8i
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here