ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં મંગળવારે એચડીએફસી બેંક પાસે વેપારી યુવાન પર પૈસા મારી ઓફીસે કેમ આપવા આવ્યો નહી તેમ કહી યુવા ભાજપ પ્રમુખનો હોદ્દા ધરાવતા અને એપીએમસીના ડાયરેક્ટરે ભરબજારમાં છરી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે, ઇજાગ્રસ્તને એરંડાના વેપારીને રૂ.1.28 લાખની રકમ હોઇ એપીએસીના ડાયરેક્ટર મનિષ પટેલને હવાલો સોંપાયો હતો. જે નાણાં લેવા જતાં ડાયરેક્ટરે ઉશ્કેરાઇ જઇ હુમલો કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રહેતા વેપારી ભરતભાઈ જીતેન્દ્રભાઈ પુજારા અને થળા ગામના વેપારી કરશનભાઈ પટેલ અવારનવાર એરંડા સહિતના પાકની લે-વેચ કરતા હતા. ત્યારે ભરતભાઈ પાસે એરંડાના રૂ. 1,28,900 પાંચ-છ દિવસથી બાકી લેવાના નીકળતા હતાં. દરમિયાન મંગળવારે કરશનભાઇ ઉંઝા ગયા હોવાથી તેમણે આ પૈસા તેમના મિત્ર ધ્રાંગધ્રામાં એપીએમસીના ડાયરેક્ટર અને ધ્રાંગધ્રા યુવા ભાજપ પ્રમુખનો હોદ્દો ધરાવતા મનીષભાઈ કાનજીભાઈ પટેલને આપવા માટે મનિષભાઇ પટેલને જણાવ્યુ હતુ. આથી ભરતભાઈ પુજારાએ મનીષભાઈ પટેલને ફોન કરતાં તેમણે નાણાં ઓફીસે આપી જવાનું કહ્યું હતું. પરંતુ ભરતભાઇ ઓફીસે આપવા ગયા ન હતા. આથી મનીષભાઈ પટેલે એચડીએચસી બેન્ક પાસે બાઇક પર આવી ભરતભાઈ પુજારા પર છરી વડે હુમલો કરી પૈસા લીધા વગર ભાગી ગયા હતા. બાદમાં એપીએમસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈની ધરપકડ કરાઇ હતી.
ઇજાગ્રસ્તે બુધવારે વેપારીને બોલવીને પૈસા આપી દીધા
ભોગ બનનાર વેપારી ભરતભાઈ અને કરશનભાઈ વચ્ચે વેપારીના નાણાને આપ-લે વારંવાર થતી હતી. ત્યારે આ નાણા પાંચ છ દિવસના જ બાકી હતા. આથી પૈસા આપવા માટે મંગળવારે મામલો બિચકાતા તેઓને ઇજાઓ પહોંચી હતી. પરંતુ બુધવાર થળા ગામના કરશનભાઈને રૂબરૂ બોલાવીને બાકી નીકળતા રૂ. 1,28,900 આપી દીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qFBwDk
via IFTTT
No comments:
Post a Comment