મહારાષ્ટ્ર-હરિયાણામાં મતગણતરી શરુ, ઓછા મતદાનની થશે અસર કે એક્ઝિટ પોલ સાચા પડશે? - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

મહારાષ્ટ્ર-હરિયાણામાં મતગણતરી શરુ, ઓછા મતદાનની થશે અસર કે એક્ઝિટ પોલ સાચા પડશે?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. 21 ઓક્ટોબરે મતદાન થયા પછી આજે અહીં કોની સરકાર બનશે તે સસ્પેન્સ પુરૂ થઈ જશે. જોકે એક્ઝિટ પોલ્સ પ્રમાણે આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. જોકે સાચી તસવીર તો પરિણામ જાહેર થયા પછી જ સામે આવશે. મહારાષ્ટ્રમાં મુખ્ય ટક્કર ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી વચ્ચે છે. જ્યારે હરિયાણામાં બીજેપીની સીધી ટક્કર કોંગ્રેસ સાથે છે

આ વખતે બંને રાજ્યોમાં મતદાન ઘટ્યું

આ વખતે બંને રાજ્યોના મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.05 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014માં અહીં 63.08 ટકા મતદાન થયું હતું. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.

એક્ઝિટ પોલમાં બીજેપીની જીત સરળ
એક્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં મહારાષ્ટ્ર-હરિયાણામાં બીજેપીને સરળતાથી જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના વિશ્લેષણથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રની 288માંથી 211 સીટો ભાજપ-શિવસેનાના ગઠબંધનને મળી રહી છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 64 સીટ જ મળવાની શક્યતા છે. હરિયાણાની વાત કરીએ તો ભાજપને 90માંથી 66 સીટ પર જીત મળી શકે છે, જ્યારે કોંગ્રેસને માત્ર 14 સીટ જ મળવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ

ભાજપ+

કોંગ્રેસ+

અન્ય

ઈન્ડિયા ટુડે-એક્સિસ

166-194

72-90

22-34

એબીપી- સી વોટર

204

69

15

ન્યૂઝ 18- IPSOS

243

41

4

ટાઈમ્સ નાઉ

230

48

10

ટીવી-9- ભારત વર્ષ

197

75

16

હરિયાણાના એક્ઝિટ પોલ

भाजपा

कांग्रेस

अन्य

એબીપી- સી વોટર

72

8

10

ટાઈમ્સ નાઉ

71

11

8

ન્યૂઝ એક્સ

75-80

9-12

1-3

ન્યૂઝ 18- IPSOS

75

10

5

ટીવી-9- ભારત વર્ષ

47

23

20



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Haryana Maharashtra Election Results 2019 Live Counting News and updates


from Divya Bhaskar https://ift.tt/2BEnOmh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here