
બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં આવેલા શ્રી સિદ્ધ શિવપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે તા. 4 નવેમ્બરથી તા. 10 સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે. આ કથાની તાડામાર તૈયારીઓ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ચાલી રહી છે. શ્રીમદ ભાગવત કથાનુ રસપાન મંદિરના મહંત આશુતોષગીરીબાપુ કરાવશે. આ કથાની શરૂઆત પાંચ મહામંડલેશ્વર 1008 સ્વરૂપાનંદ સરસ્વતીબાપુ ગૌતમેશ્વર મહાદેવ શિહોર, 1008 મહેન્દ્રાનંદ ગિરીજીબાપુ જુનાગઢ જુનાઅખાડા, 1008 પતીતપાવનદાસજી બાપુ મોટા મંદિર નાગનેશધામ, 1008 લલિતકિશોર શરણદાસબાપુ સૌરાષ્ટ્ર નિમ્બાર્કપીઠ મોટામંદિર લીંબડી, 1008 મહંત શંભુનાથજી મહારાજ સવગુણધામ ઝાંઝરકા દ્વારા દિપપ્રાગટ્ય કરીને કરવામા આવશે. આ કથા દરમિયાન 100 વધુ સાધુ, સંતો ઉપસ્થિત રહી શોભા વધારશે. આ ભાગવત કથાનો લાભ લેવા શિવભક્તોને મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના મહંત આશુતોષગીરીબાપુએ આમંત્રણ પાઠવ્યુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OyK4Wr
via
IFTTT
No comments:
Post a Comment