બે નાયબ મામલતદાર સહિત પાંચની ‘મહેફિલ’માં પ્રેમિકાનો દરોડો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 10, 2019

બે નાયબ મામલતદાર સહિત પાંચની ‘મહેફિલ’માં પ્રેમિકાનો દરોડો

વાંકાનેર મામલદતદાર કચેરીમાં ભરબપોરે કચેરીની અંદર મહેફિલ ચાલી રહી હતી ત્યારે એક નાયબ મામલતદારની પ્રેમિકા પહોંચી હતી અને ‘મહેફિલ’નું શૂટિંગ કરી પૂરી કચેરીને માથે લીધી હતી. સમગ્ર ઘટના જાહેર થતાં પ્રાંત અધિકારીએ તપાસના આદેશ કરતાં આ પ્રકરણમાં આગામી દિવસોમાં અધિકારીઓના તપેલાં ચડી જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

વાંકાનેરમાં રહેતી એક મહિલા ગત તા.1ના બપોરે 1.45 વાગ્યે મામલતદાર કચેરીમાં પહોંચી હતી, કચેરીમાં પગ મૂકતાની સાથે જ મહિલાએ પોતાના મોબાઇલમાં શૂટિંગ શરૂ કર્યું હતું, કચેરીમાં પ્રવેશી મહિલા નાયબ મામલતદાર વી.વી. ડુંડ પાસે પહોંચી હતી અને ત્રાડૂકી હતી કે, ‘તમે તો ફોનમાં કહેતા હતા કે તમે બહાર ગયા છો, પરંતુ તમે તો અહીં સાથી નાયબ મામલતદાર પરમાર, સસ્તા અનાજની દુકાનના સંચાલક હસ્સુ, અપ્પી અને પરાગ સાથે દારૂની મહેફિલ માણી રહ્યા છો’. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોતે ત્યક્તા છે અને નાયબ મામલતદાર ડુંડ સાથે 15 વર્ષથી સંબંધ ધરાવે છે. ડુંડે મકાન સહિતની મિલકત પણ ખરીદી આપી હતી. મહિલાએ ત્યારબાદ કચેરીના તમામ કબાટ ખોલાવ્યા હતા અને કબાટમાંથી બોટલ અને ગ્લાસ કાઢી કચેરીમાં દરરોજ મહેફિલ થતી હોવાનો આરોપ મુક્યો હતો. દશ દિવસ પૂર્વે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર વાંકાનેરમાં ચકચાર મચી ગઇ હતી. પ્રાંત અધિકારી વસાવાઅે આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, મહિલા પોતાની પાસે આવી હતી અને વીડિયો બતાવ્યો હતો તેમજ ઉપરોક્ત મુજબના આક્ષેપ કર્યા હતા આ અંગે વાંકાનેર મામલતદારને તપાસ કરી અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહીનો તેમણે નિર્દેશ આપ્યો હતો.



આ લોકો જ મહેફિલ કરતા હોવાનો મહિલાનો આક્ષેપ

નાયબ મામલતદાર વી.વી. ડૂંડ, નાયબ મામલતદાર પરમાર તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો.

નાયબ મામલતદાર ડુંડે ગાળો દઇ ચારિત્ર પર આક્ષેપ કરતાં મહિલાએ ધમાલ કરી

મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, નાયબ મામલતદાર ડુંડ સાથે પંદર વર્ષથી અંગત સંબંધ ધરાવે છે, પરંતુ કેટલાક સમયથી ડુંડે અન્ય મહિલાઓ પર ડ્હોળો નાખ્યો હતો અને દરરોજ દારૂ પી ગાળો ભાંડતો હતો, એટલું જ નહીં થોડા દિવસો પૂર્વે નાયબ મામલતદાર ડુંડે મહિલાને ફોન કરી તેના માતા પિતાને ગાળો ભાંડી હતી અને મહિલાના ચારિત્ર પર પણ આક્ષેપ કરતાં ડુંડના ચારિત્રને લોકો સમક્ષ જાહેર કરવા પોતાને આ કૃત્ય કરવાની ફરજ પડી હતી.

મહિલાએ કબાટ અને ટેબલના ખાના ફંફોળ્યા

મહિલાએ મામલતદાર કચેરીમાં જઇને નાયબ મામલતદાર ડુંડ તથા પરમારને ઊધડો લીધા બાદ કહ્યું હતું કે, ‘તમે શું ગોરખધંધા કચેરીમાં કરો છો તેની મને જાણ છે’તેમ કહી મહિલા કચેરીમાં ફરી વળી હતી અને કચેરીમાં રહેલા તમામ કબાટ અને ટેબલના ખાના ખોલાવ્યા હતા, કેટલાક કબાટ ખોલાવવા પરાણે ચાવી લીધી હતી. મહિલાએ અડધો કલાક સુધી કચેરીમાં ધમાલ કરી હતી, પરંતુ તેને અટકાવવાની હિમ્મત કોઇ કરી શક્યું નહોતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - sweetheart raid in a 39concert39 of five including two deputies 063056
Div News - sweetheart raid in a 39concert39 of five including two deputies 063056
Div News - sweetheart raid in a 39concert39 of five including two deputies 063056
Div News - sweetheart raid in a 39concert39 of five including two deputies 063056


from Divya Bhaskar https://ift.tt/33ktOfS
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here