બીલખાનાં અવતડીયા ગામમાં દીપડાનાં હુમલાનાં બનાવો વધતા દેખાઇ રહયાં છે. બીલખાનાં અવતડીયા ગામે 15 દિવસ પહેલા લલીતભાઇ ઘેલાભાઇની વાડીએ ગત 22 સપ્ટેમ્બરનાં મધ્યપ્રદેશથી આવેલા ખેત મજુર મહિલા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચડયાનો બનાવ બન્યો હતો. ત્યારે શુક્રવારે 11 ઓકટોબરનાં સવારે નિલમબેન નામની મહિલા ચા-નાસ્તો બનાવી રહી હતી. ત્યારે પાછળથી દીપડાએ તેના ઉપર હુમલો કરતાં અન્ય મજુરોએ બુમાબુમ કરતાં દીપડો મહિલાનાં કપડા ફાડી નાસી છુટયો હતો. જોકે મહીલાને ઇજા પહોંચવા પામી ન હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2My5dNR
via IFTTT
No comments:
Post a Comment