જે વાત કરવામાં પણ ખચકાતા હતા તેમણે જ સૌથી મોટા સામ્રાજ્યને ઝુકાવ્યું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

જે વાત કરવામાં પણ ખચકાતા હતા તેમણે જ સૌથી મોટા સામ્રાજ્યને ઝુકાવ્યું

ભાસ્કર માટે લંડનથી જેક ઓ’યાહ

1888માં ગાંધીજી લંડન પહોંચ્યા. તે સમયની સૌથી લક્ઝરી હોટલ વિક્ટોરિયામાં રોકાયા. હવે તેનું નામ હોટલ ધ ગ્રાન્ડ થઇ ગયું છે. ત્યારે તેમણે લખ્યું હતું- ‘જ્યારે મેં વિક્ટોરિયા હોટલનો રૂમ જોયો તો લાગ્યું કે અહીં પૂરી જિંદગી વિતાવી શકું છું.’ થોડા દિવસ બાદ તેઓ વેસ્ટ કિંગ્સ્ટનમાં શિફ્ટ થયા. લંડનમાં પહેલી વાર હૉલબોન રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે માંસ ન ખાવા બદલ મિત્રોએ મજાક ઉડાવી. ગાંધીજી વિચલિત થયા વિના વેજિટેરિયન સોસાયટી સાથે જોડાઇ ગયા. જોકે, તેમની મનપસંદ શાકાહારી રેસ્ટોરન્ટ બીજા વિશ્વયુદ્ધમાં તબાહ થઇ ગઇ. તેઓ લંડનમાં 4 વર્ષ રહ્યા. 1909માં તેમણે એક લેખમાં કહ્યું કે, ‘ભારત બહાર ક્યાંય જો રહેવાનું હોય તો હું લંડનમાં રહેવાનું પસંદ કરીશ.’ 1931માં બીજી ગોળમેજી પરિષદમાં લંડનના તેમના અંતિમ પ્રવાસમાં તેઓ ટાવર હેમલેટ્સમાં રોકાયા હતા. તેમની યાદમાં આ ટાવર હેમલેટ્સ પર 1954માં વાદળ‌ી તકતી લગાવાઇ. પહેલી વાર કોઇ ભારતીયને આ સન્માન મળ્યુંં. 1888માં ગાંધીજી વિદ્યાર્થી તરીકે જે ઘરમાં રહેતા હતા તેને પણ 1986માં વાદળી તકતી લગાવીને સંરક્ષિત કરાયું. 2015માં વડાપ્રધાન ડેવિડ કેમરુને પાર્લામેન્ટ સ્ક્વેર પર ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે કહ્યું કે, ‘ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરીને આપણે તેમને કાયમ માટે આપણી સાથે વસાવી રહ્યા છીએ.’

રાખમાંથી બેઠા થતા પક્ષીના નામ પર ફિનિક્સ વસાવ્યો હતો, 1980માં આ આશ્રમ આગમાં તબાહ થયો હતો, ત્યાં ફિનિક્સ વસતી, સ્કૂલ અને સંગ્રહાલય

ભાસ્કર માટે પ્રો. બી. એમ. શર્મા

મહાત્મા ગાંધીએ આંદોલનોનું સંચાલન કરવા સમગ્ર જીવનકાળ દરમિયાન કુલ 5 આશ્રમ વસાવ્યા. તેમાંથી પ્રથમ બે આશ્રમ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ સેટલમેન્ટ અને ટોલ્સ્ટોય ફાર્મ સ્થાપિત કર્યા. નેટાલમાં પીજાંગ નદીના કાંઠે 100 એકરમાં ફિનિક્સ સેટલમેન્ટની શરૂઆત ડિસેમ્બર, 1904માં કરાઇ હતી. આંદોલનના કારણે જેલમાં ગયેલા ભારતીય વસાહતીઓના પરિવારને આશ્રય આપવા આ આશ્રમ બનાવાયો હતો. પોતાની રાખમાંથી ફરી બેઠા થતા ફિનિક્સ પક્ષીની જેમ આ સ્થળને પણ ગાંધીજી અમર કરી દેવા ઇચ્છતા હતા. 1950માં અહીં સ્કૂલ ખૂલી. 1970માં તેને કસ્તૂરબા સ્મૃતિ વિદ્યાલય નામ અપાયું. બાદમાં તેનું સંચાલન ભારતીય વિભાગ અને ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટે સંભાળ્યું. હવે અહીં ટ્રસ્ટનું મેડિકલ કેર સેન્ટર, લાઇબ્રેરી અને સંગ્રહાલય ચાલે છે. 1980માં જનજાતિઓના હિંસક સંઘર્ષમાં આખું ફિનિક્સ સેટલમેન્ટ આગમાં નષ્ટ થઇ ગયું હતું. ત્યાર બાદ અહીં ફિનિક્સ કોલોની વસાવાઇ. બીજી તરફ જ્યારે ગાંધીજી 1909માં ઇંગ્લેન્ડથી દ.આફ્રિકા પાછા આવી એક સહકારી સંસ્થા ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ સવિનય અવજ્ઞાકારીઓને સામંજસ્યપૂર્ણ જીવન જીવવાની તાલીમ આપવાનો હતો. ગાંધીજી રશિયન ચિંતક ટોલ્સ્ટોયના વિચારોથી પ્રભાવિત હોવાથી આ ફાર્મ એકતા, બલિદાન અને શક્તિનું પ્રતીક બની ગયું. ગાંધીજીએ તેને શિક્ષણ સંબંધી પ્રયોગોની આદર્શ પ્રયોગશાળા બનાવી દીધી. અહીંના ભારતીય સમુદાયે ગાંધીજીની યાદોને જીવંત રાખવા ફાર્મનું મૂળ ભવન ખરીદી લીધું હતું, જે આજે ટોલ્સ્ટોય ફાર્મ તરીકે અસ્તિત્વમાં છે.

મહાત્મા જ્યાં પણ રહ્યા તે સ્થળોનો વારસો બ્રિટને કાયમ માટે અમર કરી લીધો છે

ગાંધીજીનું પ્રથમ સ્ટેચ્યૂ

મૂર્તિકાર ડેવિડસનને ગાંધીજીએ કહેલું- તમે માટીમાંથી હીરો બનાવો છો

મહાત્મા ગાંધી 1930માં લંડન ગયા હતા. આ દરમિયાન અમેરિકી મૂર્તિકાર જો. ડેવિડસને ગાંધીજીની સામે જ તેમનું પ્રથમ સ્ટેચ્યૂ બનાવ્યું હતું. ડેવિડસન ગાંધીજીને પોતાનું કામ બતાવવા અમુક ફોટોગ્રાફ લઇને ગયા હતા. તે જોઇને ગાંધીજીએ તેમને કહ્યું, ‘હું જોઇ રહ્યો છું કે તમે માટીમાંથી હીરો બનાવો છો.’ ડેવિડસને ગાંધીજી વિશે લખ્યું, ગાંધીજીનો ચહેરો ખૂબ ગતિશીલ હતો. તેઓ વાત કરતા ત્યારે તેમના ચહેરામાં પરિવર્તન થતાં હતાં. જે માટી પર હું કામ કરી રહ્યો હતો એ તરફ જોયું પણ નહીં. હું પોતાને આરામ આપવા તેમની સાથે વાતો કરતો ત્યારે મને તેમનામાં એક મિલનસાર વ્યક્તિ મળી. આ દરમિયાન મહાત્માને મળવા કેટલાક લોકો આવવા લાગ્યા હતા. અમુક લોકો તેમને વાહિયાત સવાલ પૂછી રહ્યા હતા. એકે પૂછ્યું કે મહાત્માનો અર્થ શું? ત્યારે તેમણે કહ્યું- એક મહત્ત્વહીન માણસ...

ચંપારણથી દાંડી સુધી 1915થી 1931

ગળીથી મીઠા સુધી અન્યાય વિરુદ્ધ લડવાનો જુસ્સો આ શહેરોની તાસીર

દાંડીથી ચેતન પટેલ

ગાંધીજી 10 એપ્રિલે ચંપારણ પહોંચ્યા. તેઓ ,સ્ટેશન પર ઉતાર્યા જ હતા કે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા. જજે કહ્યું, તમે પાછા ફરી જાવ તો કેસ પાછો ખેંચી લઈશું. ગાંધીજીએ કહ્યું, હું ગળીની ખેતીથી પીડિત ખેડૂતોની મદદ માટે આવ્યો છું. જજને કેસ રદ કરવો પડ્યો. આવી રીતે દેશનું પ્રથમ નાગરિક અને સવિનય આંદોલન શરૂ થયું. સરકારને નમવું પડ્યું. ચંપારણમાં જ તેમને બાપુ નામ મળ્યું. ગાંધીજીને જે કોર્ટમાં રજૂ કરાયા હતા, ત્યાં અાજે 48 ફૂટ ઊંચો ગાંધી સ્તંભ છે. અહીં શહેરની ઓળખ છે. ગાંધીજીએ દેશનો પ્રવાસ કરી લોકોને પ્રેરિત કર્યા. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહ માટે દાંડીયાત્રા શરૂ કરી. ભારતીયોને મીઠું બનાવવાનો હક નહતો. તેની વિરુદ્ધ 24 દિવસમાં 387 કિમીની યાત્રા કરી. 80 લોકોની સાથે શરૂ થયેલી યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. દાંડીના દરિયાકિનારે મીઠું બનાવી મીઠાનો કાયદો તોડ્યો હતો. આખું વર્ષ આંદોલન ચાલ્યું અને અંતે ગાંધી-ઇર્વિન સમજૂતી સાથે સમાપ્ત થયું અને મીઠું બનાવવાનો અધિકાર મળ્યો. દાંડીમાં આજે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ છે, આ જ વર્ષે શરૂ થયું. મેમોરિયલમાં એ 80 લોકોની પ્રતિમાઓ છે જે સમગ્ર યાત્રામાં ગાંધીજીની સાથે હતા.

મુંબઇથી દિલ્હી સુધી 1942થી 1948

ઓગસ્ટ ક્રાંતિ મેદાનથી ‘કરો યા મરો’નું સૂત્ર, આજે અહીં કણ-કણમાં ક્રાંતિ

મુંબઈથી વિનોદ યાદવ

ગાંધીજીએ 8 ઓગસ્ટે મુંબઇમાં અંગ્રેજો સામે ‘ભારત છોડો’ આંદોલન છેડ્યું હતું. કોંગ્રેસ કમિટીની બેઠકમાં ગાંધીજીએ કહ્યું હતું કે -આંદોલનું મૂળ અહિંસા છે. મેદાનમાં હાજર ભીડને સંબોધિત કરતા ગાંધીજીએ ‘કરો યા મરો’નું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે દરેક ભારતીય પોતાને સ્વતંત્ર માનવા અને પોતાનો માર્ગદર્શક પસંદ કરવા માટે પણ તૈયાર છે. આ જ ભાષણની સાથે 9 ઓગસ્ટ 1942ના રોજ ‘ભારત છોડો’ આંદોલનની શરૂઆત થઇ. મુંબઇના ગોવાલિયા ટેન્ક મેદાનમાં ગાંધીએ આપેલા ભાષણની થોડી વાર પછી તેમની અને કોંગ્રેસના મુખ્ય નેતાઓની ધરપકડ કરી લેવાઇ હતી. આ મેદાનને હવે ઓગસ્ટ ક્રાંતિ મેદાન કહેવામાં આવે છે. આઝાદી પછી પણ આ મેદાન જનશક્તિની ચેતના અને આંદોલનોની સાક્ષી રહ્યું છે. ગાંધીજીને પહેલાં યરવડા જેલ, પછી પૂણેના આગાખાન પેલેસમાં નજરકેદ રખાયા હતા. ગાંધીજીએ જેલમાં 21 દિવસના ઉપવાસ રાખ્યા. આ અહિંસક વિરોધથી ડરી અંગ્રેજોએ તેમને 1944માં મુક્ત કરી દીધા. ભારત છોડો આંદોલન દરમિયાન આખા દેશમાં દેખાવો થયા. છેવટે અંગ્રેજો ઝૂક્યા અને તેમને દેશ છોડવો પડ્યો. 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીના બિરલાભવનમાં ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the ones who were hesitant to talk were the ones who bowed to the largest empire 063056


from Divya Bhaskar https://ift.tt/2ohPH0e
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here