એક રિયલ્ટી ગ્રૃપ અને તેની કંપનીઓને PMCએ 44 વખત લોન આપી
એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર એક રિયલ્ટી ગ્રૃપ અને તેની કંપનીઓને PMCએ 44 વખત લોન આપી હતી. બેંક મેનેજમેન્ટ નાણકીય સ્થિતિ સારી બતાવતું રહ્યું પરંતુ હકીકત કંઇક અલગ જ હતી. એફઆઇઆરમાં PMCના ચેરમેન વરયમ સિંહ અને સસ્પેન્ડ MD જૉય થોમસ સહિત અન્ય અધિકારીઓના નામ છે. તેમાં નાદાર થયેલી કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને તેના પૂર્વ અધિકારીઓ સારંગ વાધવાન અને રાકેશ વાધવાનનાં નામ પણ સામેલ છે. PMCએ તેમને લોન આપી હતી.
SFIO આગામી 2 મહિનામાં આ તપાસ પૂર્ણ કરશે
મીડિયા રિપોર્ટ અનુસાર HDILને PMCએ 6500 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ રકમ બેંકની કુલ લોનનાં 8880 કરોડ રૂપિયાનો 73 ટકા હિસ્સો છે. આ રકમ કોઇ એક કંપનીને લોન આપવા માટે RBI દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા ઘણી વધારે છે. રોયટર્સના જણાવ્યા અનુસાર એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યુ કે, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) PMC મામલે HDILની ભૂમિકાની તપાસ કરશે. આગામી 2 મહિનામાં આ તપાસ પૂર્ણ કરવામાં આવશે તેવી શક્યતા છે.
PMCની દેશના 7 રાજ્યોમાં 137 શાખાઓ
અનિયમિતતાઓના કારણે RBIએ ગત મંગળવારે PMC બેંક પર 6 મહિનાનો પ્રતિબંધ લાવ્યો હતો. ગ્રાહકો માટે રોકડ ઉપાડની લિમિટ 1 હજાર રૂપિયા કરવામાં આવી હતી. જો કો બે દિવસ બાદ આ લિમિટ વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી હતી. PMCની દેશના 7 રાજ્યોમાં 137 શાખાઓ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ol4oPY
via IFTTT
No comments:
Post a Comment