
નવી દિલ્હી: સ્વિત્ઝર્લેન્ડે ભારત સરકારને પહેલીવાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં ખાતાં અને જમા રકમની વિગતો આપી છે. બંને દેશ વચ્ચે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતને આ માહિતી અપાઈ છે. વિદેશમાં જમા શંકાસ્પદ કાળાં નાણા વિરુદ્ધની લડાઈમાં આ મહત્ત્વનું પગલું છે. જોકે, એ જરૂરી નથી કે સ્વિસ બેંકોના તમામ ખાતામાં કાળું નાણું જ હોય. હવે સ્વિસ સરકાર તરફથી આ પ્રકારની માહિતી સપ્ટેમ્બર 2020માં મળશે.
ભારત સહિત 75 દેશ સાથે બેંક ખાતાની વિગતો વહેંચી
સ્વિત્ઝર્લેન્ડ ફેડરલ ટેક્સ ઓથોરિટીએ પણ ભારત સહિત 75 દેશ સાથે બેંક ખાતાની વિગતો વહેંચી છે. આ પ્રક્રિયા હેઠળ સ્વિત્ઝર્લેન્ડે કરારમાં સામેલ દેશોને કુલ 31 લાખ બેંક ખાતાની વિગતો આપી છે, જ્યારે આ દેશોમાંથી તેને 24 લાખ વિગત મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OsvG1V
via IFTTT
No comments:
Post a Comment