બનારસનું રામનગર 30 દિવસ સુધી ત્રેતા યુગ બની જાય છે, અહીં અયાેધ્યા, જનકપુર, લંકા, અશોક વાટિકા અને કિષ્કિંધા પણ છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

બનારસનું રામનગર 30 દિવસ સુધી ત્રેતા યુગ બની જાય છે, અહીં અયાેધ્યા, જનકપુર, લંકા, અશોક વાટિકા અને કિષ્કિંધા પણ છે

તારાચંદ ગવારિયા,વારાણસી: સાંજે 5 વાગ્યા છે. બનારસના રામનગરમાં 3 હાથીની સવારી લંકા મેદાન તરફ જઈ રહી છે. સૌથી આગળના હાથી પર કાશી નરેશ ડો. અનંત નારાયણ સિંહ સવાર છે. જેમ હાથીના પગલાં લંકા મેદાન પર પડે છે, રામલીલા જોવા આવેલા હજારો ગ્રામીણ એક સૂરમાં જયઘોષ લગાવે છે- બોલ દે રાજા રામચંદ્ર કી જય, શ્રીલખન લાલ કી જય, શ્રી હનુમાન કી જય, બોલો રે હર હર મહાદેવ... ત્રણેય હાથી સહિત બધા લોકો રાવણ મહેલની બહાર બેસી જાય છે. અહીંથી રામલીલા શરૂ થાય છે. 12 રામાયણી (રામાયણ ગાનારા)નો જૂથ મૃદંગની તાલે પંચમ અને સપ્તમ સ્વરમાં રામાયણ પ્રસંગ ગાય છે. કલાકાર રામાયણના પાત્રોનો અભિનય કરે છે. રામલીલામાં બે વ્યાસ પણ છે. એટલે બે એવા કલાકાર જેમાંથી એક ભગવાનના પાત્રના ડાયલોગ બોલે છે. બીજો અન્ય પાત્રોના સંવાદ કહે છે. અચાનક ગીત બંધ થઇ જાય છે. ત્યારે જ વ્યાસ કહે છે-ચૂપ થઇ જાવ, સાવધાન ... સમગ્ર વાતાવરણ શાંત થઇ થઇ જાય છે. કારણ કે હવે ભગવાન સંવાદ કહેવાના છે.
રામ 60 ફૂટ ઊંચા કુંભકરણનો અંત કરવા માટે 4 વખત બાણ ચલાવે છે
રામલીલામાં બે પ્રસંગ થવાના છે. પહેલો લક્ષ્મણ શક્તિ અને બીજો ચારો ફાટક (રાવણના મહેલના દરવાજા)ની લડાઇ. અંધારુ થવા લાગે છે. મશાલ અને ફાનસ રોશન થવા લાગે છે. મહેલની બહાર રાવણ યુદ્ધની નીતિનો સંવાદ ચાલી રહ્યો છે.મહેલની બહાર 4 મોટા પુતળા છે, જેમ સૈનિકો કિલા પર પહેરો ભરી રહ્યા હોય. અચાનક ફટાકડા ફોડવામાં આવે છે. એટલે યુદ્ધ થઇ રહ્યું છે. યુદ્ધમાં લક્ષ્મણ મૃછિત થઇ જાય છે. હનુમાન (લંકા મેદાનથી 1કિમી દૂર) ધોલા પર્વતથી સંજીવની લાવે છે. હનુમાનને રામ ભેટે છે. લક્ષ્મણને ભાનમાં લાવે છે. ત્યાર પછી રામ 60 ફૂટ ઊંચા કુંભકરણનો અંત કરવા માટે 4 વખત બાણ ચલાવે છે. તેમાંથી પહેલું જમણા હાથે, પછી ડાબા હાથે, ત્રીજુ માથામાં અને છેલ્લું પેટ કાપીને શરીરથી અલગ કરે છે. હવે લક્ષ્મણ -મેઘદૂત યુદ્ધ થાય છે. મેઘદૂતનું સ્વરુપ બદલવાનું દૃશ્ય દેખાડવા 4 મોટા પુતળા તૈયાર છે. લક્ષ્મણ મેઘદૂતનો વધ કરે છે. ગ્રામીણો એક સૂરમાં કહે છે- જયશ્રી રઘુનંદન, જયશ્રીરામ.
1985 સુધી રામલીલામાં 21 તોપોની સલામી અપાતી
2 ઓક્ટોબરે રામલીલાનું સંપૂર્ણ સમાપન થાય છે. એ દિવસે ભોર આરતી થશે. તેને જોવા માટે આશરે એક લાખ લોકો પહોંચશે. જ્યારે 30 દિવસની આ રામલીલા જોવા માટે આશરે 3 લાખ લોકો આવે છે. બીએચયુના પ્રોફેસર વિજય નાથ મિશ્રા કહે છે કે 1985 સુધી રામલીલામાં 21 તોપોની સલામી અપાતી હતી.
કાશી નરેશ તમામ 30 દિવસ રામલીલાના મેદાનમાં હાજર રહે છે
કાશી નરેશ 30 દિવસ સમગ્ર રામલીલા દરમિયાન હાજર રહે છે. આ સૌથી વધુ 5 કિમીમાં યોજાતી દેશની એકમાત્ર રામલીલા છે. અહીં અશોક વાટિક, અયોધ્યા, જનકપુર અવે કિષ્કિંધા પણ છે.
લોકો ઘેરથી જ શેતરંજી અને રામચરિત માનસ લઇને અહીં આવે છે
55 વર્ષથી અહીં આવી રહેલા લખનલાલ જોહરી કહે છે કે લોકો ઘેરથી જ શેતરુંજી અને રામચરિત માનસ લાવે છે. ટોર્ચની રોશનીમાં રામચરિત માનસ વાંચે છે. કાશી નરેશ રામલીલાના પાત્રોની પસંદગી કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રામનગરની રામલીલા 250 વર્ષ જૂની છે. તેમાં માઇક, આધુનિક લાઇટ નથી હોતી. તે સાંજે 5થી રાત્રે 11 વાગ્યા સુધી યોજાય છે.


from Divya Bhaskar https://ift.tt/2Vn3HSE
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here