મૈસૂર: જ્યારે પણ દશેરાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં મૈસૂરનું નામ સામે આવે છે. અહીં આશરે 400 કરતાં વધુ વર્ષથી દશેરાની જમ્બો સવારી નીકળે છે. આ વખતે જમ્બો સવારી મંગળવારે મૈસૂર પેલેસથી કાઢવામાં આવશે. તેની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. તેને જોવા માટે દેશ-વિદેશમાંથી એક લાખ કરતાં વધુ પર્યટકો મૈસૂર પહોંચ્યા છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા પરિવાર અને મંત્રીમંડળના સાથીઓની સાથે મંગળવારે 3 વાગે મૈસૂર પહોંચશે. સાંજે કાર્યક્રમનું ઉદઘાટન કરશે. સીએમ મૈસૂર પેલેસના બલરામ ગેટની સામે નંદી દ્વ્રારે પૂજા કરશે. આ પ્રસંગે મૈસૂરનો શાહી પરિવાર ચામુન્ડેશ્વરી પર ફૂલોની વર્ષા કરશે. દેવીને હાથી અર્જુનની પીઠ પર એક સોનાના સિંહાસન પર બિરાજમાન કરાશે. મેળામાં રાજ્યના તમામ 30 જિલ્લાની ઝાંખીઓ હશે. આશરે 150 કલાકાર પ્રદર્શન કરશે. ઘણી ઝાંખીઓ હશે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારોના કાર્યક્રમ, સાંસ્કૃતિક અને પર્યટન સ્થળોનું પ્રદર્શન કરાશે.
મૈસૂરના રાજમાર્ગો પર ગાડીઓની લાંબી લાઇનો લાગી, હોટલો ફૂલ
મૈસૂર જતા-આવતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર એક દિવસ પહેલાં જ વાહનોની લાંબી લાઇનો લાગી રહી છે. મોટી સંખ્યામાં લોકો શહેર પહોંચી રહ્યા છીએ. મૈસૂર અને તેની આસપાસની મોટા ભાગની હોટલ ફૂલ થઇ ગઇ છે. મૈસૂરમાં 1610માં પહેલી વખત દશેરા મેળાનું આયોજન કરાયું હતું. કર્ણાટકમાં દશેરા પ્રાદેશિક તહેવાર તરીકે મનાવવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VwHGkF
via
IFTTT
No comments:
Post a Comment