સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ


સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ આજે 246.68 પોઇન્ટના સુધારા સાથે 38000 પોઇન્ટની સપાટી પાછી મેળવી 38127.08 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 66.70 પોઇન્ટ સુધરી 11300 પોઇન્ટની ટેકનિકલી ટેકાની ગણાતી સપાટી ક્રોસ કરી 11301.25 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટર્સ પૈકી આઇટી, મેટલ, રિયાલ્ટી અને ટેકનોલોજી શેર્સમાં સુધારાની ચાલ જ્યારે ઓઇલ સેક્ટરમાં સાધારણ નરમાઇ રહી હતી.

વિદેશી સંસ્થાઓએ આજે રૂ. 749.74 કરોડની ઓક્ટોબર માસની પહેલી નેટ ખરીદી નોંધાવી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓનું રૂ. 703.02 કરોડનું પ્રોફીટ બુકિંગ રહ્યું હતું.

યુએસ-ચીન ટ્રેડવોરમાં રોજ નવા વણાંકો વચ્ચે આજે સ્થિતિ સુધરવાના આશાવાદ પાછળ વૈશ્વિક શેરબજારો પણ સુધર્યા હતા. તેની પાછળ સેન્સેક્સે દિવસ દરમિયાન 608 પોઇન્ટની વોલેટિલિટી નોંધાવી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2657 પૈકી 1107 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1360 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું હતું. પરંતુ સ્ટોક, ઇન્ડેક્સ અને સેક્ટર સ્પેસિફિક સુધારાનો માહોલ રહ્યો હતો.

સેન્સેક્સ પેકમાં ઇન્ફી. ઉછળ્યો: સેન્સેક્સ પેકની 31 પૈકી 24 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી સારા પરીણામના આશાવાદે ઇન્ફોસિસ 4.19 ટકા ઉછાળા સાથે રૂ. 815.70ની સપાટીએ સૌથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે એક તબક્કે 5.16 ટકા સુધરી રૂ. 823.35 થઇ ગયો હતો. જ્યારે વેદાન્તા 3.96 ટકા, તાતા મોટર્સ 3.81 ટકા, ઓએનજીસી 2.95 ટકા, તાતા સ્ટીલ 2.94 ટકા સુધર્યા હતા. જોકે, યસ બેન્ક 3.30 ટકા, મહિન્દ્રા 1.19 ટકા અને ટીસીએસ 0.87 ટકા સુધી ઘટ્યા હતા.

ટીસીએસ ઇન્ટ્રા-ડે 4 ટકા તૂટ્યો: ટીસીએસમાં સપ્ટેમ્બર ક્વાર્ટરના પરીણામ માર્કેટની ધારણા કરતાં નીચા રહ્યા હોવાના કારણે ઇન્ટ્રા-ડે એક તબક્કે 3.76 ટકા ઘટાડા સાથે રૂ. 1929નો ભાવ થઇ ગયો હતો.

બંધન બેન્ક 15 ટકા ઊછળ્યો: બંધન બેન્કના શેરને એમએસસીઆઇ ઇન્ડેક્સમાં સમાવાયો હોવાના અહેવાલો પાછળ શેર 15.08 ટકા ઊછળી રૂ. 583.40 બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે 19.99 ટકા વધી રૂ. 608.30 થઇ ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2B5YrJO
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here