આરોગ્ય વિભાગ દ્વારા નોંધાયેલ આંકડા મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા નવ માસમાં ડેન્ગ્યુના 23 પોઝિટિવ અને 181 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જો કે હમણાંથી વરસાદી વાતાવરણને કારણે ડેન્ગ્યુએ ભારે માથું ઊંચક્યું છે. ત્યારે ડેન્ગ્યુના રોગને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી જિલ્લામાં ડેન્ગ્યુના રોગોમાં ભારે ઉછાળો આવ્યો છે. જેમાં સરકારી ચોપડે ડેન્ગ્યુના નોંધાયેલા કેસની વિગત જોઈએ તો જાન્યુઆરીથી 7 ઓક્ટોબર સુધીમાં શંકાસ્પદ 181 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ છેલ્લા એક અઠવાડિયામાં 4 કેસ નોંધાયા છે.જોકે ખાનગી હોસ્પિટલમાં હોય તે અલગ જ છે. આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા કેસ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આનાથી પણ વધુ કેસ હોવાની સંભાવના છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ અને ઠેરઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ બેકાબુ બન્યો છે. તેથી, ડેન્ગ્યુનો રોગમાં ભારે ઉછાળો આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B51diz
via IFTTT
No comments:
Post a Comment