
ડલાસની એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીને પોતાના એપાર્ટમેન્ટમાં એક અશ્વેત વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવા બદલ દોશિત ઠેરવવામાં આવી છે.હવે તેની સજા પર સુનાવણી શરૂ થઇ ગઇ છે. સપ્ટેમ્બર, 2018માં અંબર ગાયગેરની લાંબી શિફ્ટ બાદ ફરજ પૂરી થઇ ગઇ હતી,પણ તે યુનિફોર્મમાં હતી. એ સમયે તેણે કેરેબિયન મૂળના 26 વર્ષના એકાઉન્ટન્ટ બોથમ જીનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.આ ચુકાદા પર પહોંચવા માટે જ્યૂરીએ બે દિવસમાં છ કલાક લીધા. ચુકાદા બાદ કોર્ટમાં હાજર અનેક લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમનું કહેવું હતું કે આ ચુકાદાથી સ્પષ્ટ છે કે અશ્વેત લોકોના જીવની પણ કદર છે. ચુકાદા બાદ ડિફેન્સ ટેબલ પર બેઠેલી અંબર રડવા લાગી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ તેને ટિશ્યૂ પેપર આપ્યું અ્નએ તે રડતા રડતા પોતાના વકીલ સાથે જતી રહી. સુનાવણી દરમિયાન ્એક પણ વાર એવું કહેવામાં ન આવ્યું કે આ હત્યા પાછળ કોઇ વિવાદ હતો. ઘટનાના દિવસે 6 સપ્ટેમ્બર,2018ના અંબર સીધી ચોથા માળે આવેલા જીનના ફ્લેટ પર પહોંચી ,જ્યારે તેનો ફ્લેટ ત્રીજા માળે હતો.એ સમયે જીનનો દરવાજો ખુલ્લો હતો અને અંબરે તેને પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી.જીનના પરિવારના વકીલ લી મેરિટે ક્હયું કે આ એક મોટો વિજય છે અને આ માત્ર બોથમ જીનના પરિવારની નહીં,પણ અમેરિકામાં વસતા અશ્વેતોનો વિજય છે. તેમણે કહ્યું કે આનાથી સ્પષ્ટ થાય છે કે સમય બદલાઇ રહ્યો છે.પોલીસવાળાને તેમના ગુના માટે દોષિત ઠેરવવાથી પૂરી દુનિયામાં પોલીસમાં કામ કરવાની પધ્ધતિમાં પરિવર્તન આવશે.જો કે આ ચુકાદા છતાં જીન પરિવારમાં પહેલા જેવી સ્થિતિ નહીં સર્જાય. અંબરના વકીલોને આશા હતી કે જ્યૂરીના સભ્યો કેસલ સિધ્ધાંતને અનુસરશે અને તેનો લાભ અંબરને આત્મરક્ષા તેમજ તથ્યોમાં ભૂલનો લાભ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/334hdx0
via
IFTTT
No comments:
Post a Comment