ડાક દિવસ પહેલાં, હું મંત્રાલયના નામથી પ્રખ્યાત મહારાષ્ટ્ર સરકારના વહીવટી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 3, 2019

ડાક દિવસ પહેલાં, હું મંત્રાલયના નામથી પ્રખ્યાત મહારાષ્ટ્ર સરકારના વહીવટી

ડાક દિવસ પહેલાં, હું મંત્રાલયના નામથી પ્રખ્યાત મહારાષ્ટ્ર સરકારના વહીવટી મુખ્યમથકમાં કેટલાક મંત્રીઓને મળવા પહોંચ્યો હતા. એક મંત્રીએ મને ચા પીવા માટે આમંત્રણ આપ્યું, કારણ કે સામન્ય રીતે ત્યાં મળતી ચા નો સ્વાદ મને ખીર જેટલો ગળ્યો લાગે છે. પણ તેમણે ભારપૂર્વક મને કહેતા મને ચાખ્યા બાદ આશ્ચર્ય થયું, ખરેખર ચા ઓછી ગળી હતી.આ મુંબઇનું એક એવું સ્થળ છે, જ્યાં લગભગ 6000 કર્મીઓ કામ કરે છે અને અન્ય હજારો લોકોની પણ આવન-જાવન હોય છે,જેમના માટે કેન્ટિનમાં ઓછામાં ઓછા 10,000 કપ ચા રોજ બને છે. તેમને ત્યાં મહિનામાં ખાંડનો વપરાશ 1900 કિલો હતો જે હાલમાં ઘટીને 1400 કિલોએ પહોંચ્યો છે.જાહેર છે કે અહીં કર્મીઓ જ્યારે પોતાના સાથી, મિત્રો અને સંબંધીઓને ખરાબ જીવનશૈલીના કારણે થતી બીમારીઓથી પીડિત થતાં જોઇને તેમણેે પોતાના પર કંટ્રોલ રાખવાની પહેલ કરી છે. બીજી બાજુ બેંગ્લુરુની એક કોર્પોરેટ ઓફિસમાં કર્મી જાણી શકે છે કે તેમણે પોતાની કેન્ટિનમાં જે ખાધુ તેની કેલરી વેલ્યૂ કેટલી છે. અહીં લાગેલ ડીજિટલ સિસ્ટમ એવું છે કે જો તમે પોતાના લંચમાં એક ગુલાબ જાંબુ વધારો છો તો સામેની સ્ક્રીન પર ફ્લેશ થવા લાગશે કે તમે જમવામાં 150 કેલરી વધારી છે.કંપનીએ કોઇ બ્રેક નથી મૂક્યો અને કર્મીઓ પોતાની ઇચ્છા જે ખાવા માંગે ખાઇ શકે છે. જોકે તેમના પ્રયાસ એ રહે છે કે કર્મીઓ 500થી વધુ કેલરી ન લે.ગુરુગ્રામમાં મિન્ત્રા કંપનીના કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્યને લઇને ખૂબ જાગૃત છે અને તેમનું મેનેજમેન્ટ પણ આ ચિંતામાં બરાબરનો ભાગીદાર છે.અહીં બાહરના વેંડરની સેવાઓ લઇને કર્મીઓને સ્વસ્થ, પ્રોટીનથી ભરપૂર, ઓછી કેલરી પણ એનર્જીથી ભરપૂર જમવાનું આખો દિવસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.અહીં પણ ગમતી વસ્તુ ખાવા પર બ્રેક નથી. ધીરે-ધીરે સલાડ, જ્યૂુસ, ઓછી કેલરી અને ઓછા મીઠાવાળા તેમજ ઓછા તેલમાં બનેલી વાનગી મિલેનિયલ અને જેનરેશન ઝેડ માટે પ્રતિદિનની આદત બની રહી છે.સામાન્ય રીતે કોઇ સરકારી સંસ્થાની કાર્યપ્રણાલી અેવી હોય છે કે તે દરેક કામ માટે ટેન્ડર બાહર પાડે છે અને તેનાથી સૌથી ઓછા ભાવમાં કરનાર વેન્ડરને તક આપે છે. જાહેર છે કે વેન્ડર સૌથી સસ્તા કાચા માલનો ઉપયોગ કરે છે.હવે આ વાત કોર્પોરેટ સેક્ટરને પણ સમજમાં આવી રહી છે કે ઓફિસમાં સ્વાસ્થ્યને ખરાબ કરતા ભોજનના લીધે કર્મીઓમાં પાચન ક્રિયાને લગતા વિકાર,મનોદશા વિકાર, હાઇ બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ અને ઓટો ઇમ્યૂન ડિસઓર્ડરનો ભય રહે છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે જમવાને લઇ ખૂબ સાવધ રહેવા છતાં આપણામાંથી કેટલાક લોકોને બાહરની વસ્તુ ખાવા પર પેટ ખરાબ થવાની ફરિયાદ હોય છે? તમને નવાઇ લાગશે કે વાસ્તવમાં એવું એ મેનુ કાર્ડના લીધે થાય છે,આ કાર્ડ એક ટોયલેટ સીટના કવરથી પણ 100 ગણા કરતાં પણ વધુ ગંદુ હોય છે.અમેરિકા અને સ્પેનના રેસ્ટોરન્ટોના કરાયેલા એક અભ્યાસ કહે છે કે મેનુ કાર્ડ હજારે સૂક્ષ્મજીવોનું ઘર હોય છેે.

ફંડાએ છે કે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જેમાં બાહરની ખાવા-પીણી પર લોકો વધુ નિર્ભર છે,એવામાં સારા આરોગ્ય માટે હાઇજીન અને કેલરીને સ્વયં સાચવવી સારુ લેખાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2oN5tjQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here