
યંતીલાલ ગડાની વિદ્યા બાલન અભિનિત ‘કહાની’ફિલ્મમાં વિદ્યા બાગચી નામનું પાત્ર લંડનથી કોલકાતા આવ્યું છે પોતાના ગુમ થયેલા પતિને શોધવા. જોકે, તેનો ખરો હેતુ એ આતંકવાદીને શોધવાનો છે, જેણે ટ્રેનમાં બોંબ ફોડીને અનેક લોકોની હત્યા કરી હતી અને મૃતકોમાં તેનો પતિ પણ સામેલ હતો. તે એક ગર્ભવતી સ્ત્રીના સ્વરૂપે પોતાના મિશન પર આવી છે અને એક પોલીસવાળો પોતાના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશનો વિરોધ કરીને તેની મદદ કરે છે. તે એજ સાધારણ હોટલમાં રોકાયેલી છે, જ્યાં કથિત રૂપે તેનો પતિ રોકાયેલો હતો. તેના સસરા એક અત્યંત યોગ્ય ગુપ્તચર અધિકારી હતા અને નિવૃત્તિ બાદ તેની આ યોજનાના અનુરૂપ તેની પુત્રવધુ આતંકવાદીને શોધી રહી છે. સમગ્ર ઘટનાક્રમ અત્યંદ રહસ્યમય છે અને દુર્ગા વિસર્જનના દિવસે તે આતંકવાદીને ગોળી મારે છે. પોલીસ અધિકારી તેને શોધે છે. તે દુર્ગા વિસર્જનના સરઘસમાં સામેલ થઇ જાય છે. સરકાહી ગુપ્તચરની ભૂમિકા નવાજુદ્દીન સિદ્દિકીએ ભજવી છે. આતંકવાદીની હત્યા બાદ વિસર્જન સરઘસમાં સામેલ થયેલ વિદ્યા બાગચીને શોધવામાં અસફળ ઓફિસર તેની હોટલ પર જઇને ફિંગર પ્રિન્ટ લેવા માંગે છે, પરંતુ તેણે બધા નિશાન મિટાવી દીધા હોય છે. લંડનથી વિદ્યા બાગચી નામની કોઇ સ્ત્રી કોલકાતા ક્યારેય આવી જ નથી. ફિલ્મના અંતિમ દૃશ્યમાં નાયિકા પોતાના સસરાને કહે છે કે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ રચતા-રચતા તેને હવે લાગે છે કે તેણે પોતાનો ગર્ભસ્થ શિશુ ગુમાવી દીધો છે.જો કે ગર્ભવતી હોવાનો સ્વાંગ કરવાથી પણ હૃદયમાં મમતાની લહેરો હિલોળા લેવા લાગે છે. જાણવું રહ્યું કે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આતંકવાદી સાથે ભળેલા છે. મુંબઇ બ્લાસ્ટ અને એ પ્રકારના આતંકવાદી હુમલાઓમાં આપણા વેચાયેલા લોકોનો પણ હાથ રહ્યો છે.જોકે જયચંદ પરંપરા પણ શાશ્વત રહી છે. ગુરુદત્તે જેટલી ફિલ્મો બનાવી એટલી જ ફિલ્મો કેટલીક રીલ બનાવ્યા બાદ રદ કરી દીધી. આઝાદી પૂર્વ કેદાર શર્માએ પણ એક ફિલ્મ બનાવી હતી, જેમાં એક શિલ્પકાર કાલ્પનિક ચહેરાની મૂર્તિયો બનાવે છે અને એક દિવસ એને એજ ચહેરા-મોહરાવાળી મહિલા નજરે પડે છે. મનુષ્ય અવચેતનના સૌથી નીચલા પડ પર સમયાતીત વાતો નોંધાયેલી રહે છે.વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘કરીબ’માં આ ઉત્સવનો એક ભવ્ય દૃશ્ય હતો. બજારની તાકતોએ કેટલાક નવા ઉત્સવો રચ્યા છે જેમ કે વેલેન્ટાઇન ડે પરંતુ કેટલાવ ઉત્સવો વિસરાઇ ગયા છે.દાખલા તરીકે પોલા નામના ઉત્સવના દિવસે સ્નાન કરાવાતુ હતું અને તેમના શીંગડાઓ પર ભડક રંગ લગાડવામાં આવે તો અનેક દુર્ઘટનાઅોથી બચી શકાય છે. મૃણાલસેનની ફિલ્મ ‘અકાલેર સાધને’માં આ દર્શાવાયું હતું કે બંગાળમાં કસમયે આવેલ એક વ્યક્તિ દ્વારા રચાયું હતું.આ વાતને એ રીતે દર્શાવાઇ હતી કે દુષ્કાળના સમય ધરતી પર અચાનક લીલોતરી દેખાય છે. દુર્ગા ઉત્સવ કોલકાતામાં સૌધી વધુ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે જેવી રીતે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ.ગુજરાતમાં નવરાત્રિને ખૂબ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે.મુંબઇમાં વસેલા ગુજરાતી પણ તેને ઉત્સાહ સાથે મનાવે છે. ગત વર્ષ સલમાન ખાને ગરબા કેન્દ્રિત ‘લવ રાત્રિ’ફિલ્મ બનાવી હતી.આ વખતે કોલકાતામાં ત્રણ કરોડના ખર્ચે માં દુર્ગાની સોનાની મૂર્તિ બનાવાઇ છે.જયંતીલાલ ગડાની પાસે કહાની જેવી જ એક બીજી પટકથા છ.સંભવ છે કે આગામી વર્ષે દુર્ગા ઉત્સવ પર ‘કહાની -3’સંભવ બની શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pJDphQ
via
IFTTT
No comments:
Post a Comment