આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઇસ્માઇલ ઉર્ફે જેમ્બો ફરીદભાઇ કુરેશી, અસરક ફરીદભાઇ કુરેશી તેમજ સરફરાજ ફરીદ કુરેશી ત્રણેય શખ્સોએ વસીમભાઇ રફીકભાઇ કચરાના મિત્ર ઇમરાન ઇસ્માઇલભાઇ કચરાને ત્યાં ઘરે માણેકચોકમાં જન્મદિવસ અંગેની પાર્ટીમાં જમવા ગયેલ હોય ત્યા ત્રણેય શખ્સો આવી વસીમભાઇને કહેલ કે મારા દુશ્મન યાસીન સાથે કેમ બેઠેલ હતા તેમ કહી ભુંડી ગાળો કાઢી અને બાઇકમાંથી લાકડી કાઢી વાસાના ભાગે તેમજ લોખંડના પાઇપ વડે માથાના ભાગે બે ધા મારી ગંભીર ઇજા કરી હતી. તેમજ નાક ઉપર ફેક્ચર કરેલ હોય તેમજ સાહેદો ઇમરાન રફીકભાઇને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ખિચ્ચામાં રહેલ મોબાઇલને તોડી નાખી નાશી છુટ્યા હતા. આ અંગે વસીમાભાઇએ ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pwi37s
via IFTTT
No comments:
Post a Comment