પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના રામપરા ગામે રહેતા ચુવાળિયા કોળી વિક્રમભાઈ નારસંગભાઈ ઠોળીયાની તેના ભત્રીજા સંજયની પત્ની સાથે આડો સંબંધ હોવાનો શક જતા વારંવાર બોલાચાલી થતી હતી. જેનુ મનદુઃખ રાખી શુક્રવારના બપોરના 12:15 કલાકે સંજય રમેશભાઈ ઠોળીયાએ તેના કાકા વિક્રમભાઈ નારસંગભાઈ ઠોળીયા (ઉ.વર્ષ 37)ને ગામની બજારમાં સરાજાહેર ગાળો બોલી છરીના ઘા મારી હત્યા કરી નાશી છુટ્યો હતો. આ બનાવની જાણ થતા ગામ લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.માટે બરવાળાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા ડિ.વાય.એસ.પી રાજદિપસિંહ નકુમ સહિત એસ.ઓ.જી પીઆઈ ગૌસ્વામી અને બરવાળા પી.એસ.આઈ. એસવાય ઝાલા સહિતનો બરવાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મૃતકના પત્ની સુનીતાબેન ઠોળીયાએ સંજય રમેશભાઈ ઠોળીયા વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ એસ.વાય.ઝાલા ચલાવી રહ્યા છે.
બરવાળાના નાનકડા એવા રામપરા ગામમાં બનેલા હત્યાના બનાવને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અન્ય કોઇ બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા થયા હાત.
ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠાં થયા હતા. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31sUxpd
via IFTTT
No comments:
Post a Comment