કાશ્મીર ખીણમાં 72 દિવસ પછી મોબાઈલ ફોન ફરી રણકવા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

કાશ્મીર ખીણમાં 72 દિવસ પછી મોબાઈલ ફોન ફરી રણકવા


કાશ્મીર ખીણમાં 72 દિવસ પછી મોબાઈલ ફોન ફરી રણકવા લાગ્યા છે. 40 લાખ પોસ્ટપેઈડ મોબાઈલ ફોન પર સોમવારે બપોરે કૉલ અને એસએમએસ સેવા શરૂ કરાઈ હતી. જોકે, 25 લાખ પ્રિપેઈડ મોબાઈલ ફોનની સેવા હજુ બંધ છે. જમ્મુ કાશ્મીરમાં પાંચમી ઓગસ્ટે કલમ 370 હટાવ્યા પછી અહીં મોબાઈલ કમ્યુનિકેશન બંધ કરાયું હતું. સોમવારે પોસ્ટપેઈડ મોબાઈલ શરૂ થયા પછી અનેક કાશ્મીરીઓએ એકબીજાને ઈદ મુબારક કહ્યું હતું. ઈદના અઠવાડિયા પહેલા 12 ઓગસ્ટે કાશ્મીર ખીણથી કોમ્યુનિકેશન સર્વિસ બંધ કરવાનું શરૂ કરાયું હતું. સ્થાનિક નિવાસી

...અનુસંધાન પાના નં. 2

નિગહત શાહે કહ્યું કે, ‘આ દિવસ અમારા માટે ઈદથી કમ નથી.’ આ દરમિયાન જૂના શહેરના નિવાસી બશારત અહેમદે કાશ્મીર અને દેશના બાકીના હિસ્સામાં પોતાના સ્વજનોને એક કલાકમાં 30 કૉલ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું ફક્ત એ લોકોનો અવાજ સાંભળવા ઈચ્છતો હતો.’ આ ઉપરાંત અધિકારીઓએ કહ્યું કે, મોબાઈલ સેવા શરૂ થયા પછી સામે આવનારા પડકારો ઝીલવા સુરક્ષા દળો તૈયાર છે. ગયા અઠવાડિયે જ ખીણમાં પ્રવાસીઓ માટે ઓપરેશન શરૂ કરાયા છે. આ દરમિયાન કેન્દ્રના વિરોધમાં ખીણમાં લગાવેલા બંધે 11મા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે.

ઈન્ટરનેટ સુવિધા પણ ઝડપથી શરૂ થશે: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આશ્વાસન આપ્યું કે, ખીણમાં ઈન્ટરનેટ સુ‌વિધા ઝડપથી શરૂ કરાશે. અહીં મોબાઈલ સેવા કરતા કાશ્મીરીઓની સુરક્ષા વધારે મહત્ત્વની છે. આતંકીઓ તેમની ગતિવિધિ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે અને છેલ્લા બે મહિનામાં અહીં કોઈ હિંસા નથી થઈ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32hmnWG
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here