
બીડ| ભાજપ અધ્યક્ષ અમિત શાહે દશેરાના દિવસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું. બીડ જિલ્લામાં આયોજિત એક રેલીમાં શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંચિત અને પછાત વર્ગની સમસ્યાને ઉકેલવા માટે પછાત વર્ગ (ઓબીસી) આયોગની રચના કરી છે. તેમનું કામ આ ક્ષેત્રના દરેક ઘર સુધી પહોંચવું જોઇએ. એટલું જ નથી, મોદી સરકારે બીજી વખત સત્તામાં આવ્યાના માત્ર 3 મહિનામાં કલમ 370 હટાવી દીધી. લોકોએ વિપક્ષને પૂછવું જોઇએ કે તેઓ સત્તામાં 70 વર્ષ રહેવા છતાં આવું કરવાનું સાહસ કેમ કરી શક્યા નહીં.370 તિરંગાથી સ્વાગત: શાહનું ભાગવાન બાબાના જન્મસ્થળ સાવરગાંવમાં સ્વાગત કરાયું. ત્યાં પંકજા મુંડે, સાંસદ પ્રીતમ મુંડે ગાડીઓ પર 370 તિરંગા લહેરાવતા પહોંચ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35j7NzN
via
IFTTT
No comments:
Post a Comment