ઉઈગર મુસ્લિમો માટે અમેરિકાએ ચીનની 28 કંપનીને બ્લેક લિસ્ટ કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

ઉઈગર મુસ્લિમો માટે અમેરિકાએ ચીનની 28 કંપનીને બ્લેક લિસ્ટ કરી

અમેરિકાએ ચીનની 28 કંપનીને બ્લેકિ લિસ્ટમાં નાંખી દીધી છે. કારણ છે, ઉઈગર મુસ્લિમો. અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે આ જાહેરાત કરતા કહ્યું કે, ચીનના શિનજિયાંગમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે અને તેમના માનવાધિકારોનું પણ ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. આ કારણસર અમે આ નિર્ણય લીધો છે. ચીનમાં લઘુમતીઓના પરની ક્રૂરતાને સહન ના કરી શકાય. અમેરિકાના આ પગલાથી ચીનની આ કંપનીઓના ઉત્પાદનોનું અમેરિકામાં ખરીદ-વેચાણ ગેરકાયદે ગણાશે. ચીને આ પગલાંને તેમની આંતરિક બાબતમાં દખલ ગણાવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય સંબંધના પાયાના માપદંડોનું ગંભીર ઉલ્લંઘન છે. તે અમારી આંતરિક બાબત છે અને અમારા હિત વિરુદ્ધ છે.

ચીને કહ્યું- આ અમારી આંતરિક બાબતમાં બાહ્ય દખલ છે

કઈ કંપનીઓ- એઆઈ અને સર્વેઇલન્સ ઉદ્યોગ સંબંધિત કંપનીઓ સામેલ

અમેરિકાએ ચીનની જે કંપનીઓને બ્લેક લિસ્ટમાં નાંખી છે, તેમાં મોટા ભાગની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સર્વેઇલન્સ ઉદ્યોગ સંબંધિત છે. તેમાં હાઈ કેવિજન અને દહુઆ પણ સામેલ છે, જે સર્વેઇલન્સ ઉપકરણો બનાવે છે. ફેશિયલ અને વોઈસ રેકગ્નિશનની ટેકનિક પર કામ કરતી મેગ્વી અને આઈફ્લાઈટેક જેવી કંપની છે. અમેરિકન ફેડરલ રજિસ્ટરમાં આ કંપનીઓનું નામ બુધવારે પ્રકાશિત કરવાનું છે.

જિનપિંગના ભારત આવવાના ત્રણ દિવસ પહેલાં ઈમરાન ચીનમાં, એક વર્ષમાં આ ત્રીજી મુલાકાત, બાજવા પહેલેથી જ ચીનમાં હાજર

ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત યાત્રાના ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન પહોંચ્યા હતા. ખાનના એક દિવસ પહેલા સોમવારે પાકિસ્તાન સેનાના વડા કમર જાવેદ બાજવા પણ ચીન પહોંચી ગયા હતા. બેજિંગમાં એરપોર્ટ પર ઈમરાનનું સ્વાગત ચીનના સંસ્કૃતિ અને પ્રવાસ મંત્રી લુઓ શુંગાંગે કર્યું. ઈમરાન અહીં પ્રમુખ જિનપિંગ સાથે બેઠક કરશે અને વડાપ્રધાન લી કેકિયાંગને પણ મળશે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આતંકના મુદ્દે એફએટીએફની કાર્યવાહીથી બચવા માટે પાકિસ્તાન પોતાના મિત્ર ચીન પાસે મદદ માંગશે. આ ઉફરાંત બંને દેશ વચ્ચે અનેક કરાર થવાની પણ શક્યતા છે. ઈમરાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટના વિસ્તરણ અને કૃષિ, ઉદ્યોગ અને સામાજિક-આર્થિક ક્ષેત્રમાં સહયોગ મુદ્દે પણ ચર્ચા કરશે. ઓગસ્ટ 2018માં વડાપ્રધાન બન્યા પછી ઈમરાનનો આ ત્રીજો ચીન પ્રવાસ છે.

આરોપ: ચીન હાઈટેક ટેક્નિક થકી ઉઈગરો પર દેખરેખ રાખે છે

અમેરિકાએ ચીન પર શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના ધાર્મિક અને માનવાધિકાર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. તેમાં કહેવાયું છે કે, હાઈટેક ટેકનિકથી લઘુમતીઓની દરેક ગતિવિધિ પર ચીન નજર રાખી રહ્યું છે. આ દરમિયાન હ્યુમન રાઈટ્સ વૉચે ચીનની કાર્યવાહીની ટીકા કરતા કહ્યું છે કે, ઉઈગર લઘુમતીઓના ધાર્મિક અધિકારોનું ચીનમાં સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the us blacklisted 28 chinese companies for uyghur muslims 063028


from Divya Bhaskar https://ift.tt/30YQukn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here