50 ટકા વળતરની લાલચે ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

50 ટકા વળતરની લાલચે ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ

અંક્લેશ્વરમાં તુલસી હોમ નિડ્સના નામની દુકાન ખોલી લોકોને ઘરવપરાશની વસ્તુઓ 45થી 50 ટકા ડિસ્કાઉન્ટમાં આપવાની લાલચ આપી છેતરપિંડીનો કારસો રચનારા તમીલનાડુના 7 ભેજાબાજોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યાં છે. ટોળકી દિવાળીમાં મોટા ડિસ્કાઉન્ટની લાલચ આપી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી દેવાળું કાઢવાની ફિરાકમાં હતી. જોકે પોલીસે તે પહેલાં જ કારસાનો પર્દાફાશ કર્યો હતો

અંક્લેશ્વરના ગડખોલ પાટીયા પાસે મેઘના આર્કેડ કોમ્પ્લેક્ષમાં તમીલનાડુના થંજાઉર જિલ્લાના 7 ભેજાબાજોએ તુલસી હોમ નિડ્સ નામની દુકાન ખોલી હતી. જેમાં ઘર વપરાશની એલઇડી ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ, ફર્નિચર, સ્ટીલના વાસણો સહિતના સામાન 45થી 50 ટકા ડિસ્કાઉન્ટમાં આપતાં હોવાનું પ્રલોબન ગ્રાહકોને આપતાં હતાં. દરમિયાનમાં ભરૂચ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, ટોળકી લોકોને લાલચ આપી મોટું ઉઠામણું કરવાની ફિરાકમાં છે. જેના પગલે ટીમે ટોળકીના સાતેય આરોપીઓની ધરપકડ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OsmyKu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here