કર્મચારીઓને જેટલા ઇ-મેલ આવે છે તેમાં 40 ટકા ખોલતા જ નથી, માત્ર 16 ટકા જવાબ આપે છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

કર્મચારીઓને જેટલા ઇ-મેલ આવે છે તેમાં 40 ટકા ખોલતા જ નથી, માત્ર 16 ટકા જવાબ આપે છે

કર્મચારીઓના એક દિવસમાં જેટલા ઇ-મેલ આવે છે તેમાં તેઓ 40 ટકા ઇ-મેલ ખોલતા જ નથી. અલગ-અલગ કંપનીઓના કર્મચારીઓ પર કરવામાં આવેલા સર્વેમાં આ ટ્રેન્ડ સામે આવ્યો છે. સર્વેમાં જણાવ્યા મુજબ સરેરાશ એક પ્રોફેશનલને એક દિવસમાં 180 ઇ-મેલ આવે છે. હિવર નામની કંપનીએ સ્ટેટ ઓફ ઇ-મેલ નામની પોતાની વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો છે. અલગ-અલગ કંપનીઓના કર્મચારીઓના 1000 ઇ-મેલ્સ એકાઉન્ટ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 47 લાખ ઇ-મેલ અને 3 લાખ ઇ-મેલ થ્રેડનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

કરવામાં આવેલા અભ્યાસ પરથી એ વાત સામે આવી છે કે જે કર્મચારી ઇ-મેલ ખોલે છે તેમાંથી માત્ર 16 ટકા જ જવાબ આપે છે. કંપનીએ કહ્યું કે કાર્યસ્થળ પર ઇ-મેલ બિહેવિયર પર રિપોર્ટ એ હાઇલાઇટ કરે છે કે ઇ-મેલના વ્યાપક દુરઉપયોગથી ન ઇચ્છવા છતાં પણ ઇનબોક્સમાં અવ્યવસ્થા સર્જાઇ છે. કર્મચારી અકારણોસર વધુ ઇ-મેલ જોવાનું છોડી દે છે.

ઇ-મેલ ઓવરલોડમાં સૌથી વધુ યોગદાન ગ્રુપ ઇ-મેલનું છે. ઇ-મેલ ઓવરલોડમાં સૌથી વધુ યોગદાન ગ્રૂપ ઇ-મેલનું છે. જે શેર ઇનબોક્સ અને ડિસટ્રીબ્યુશ્ન લિસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. mailto:info@company.com\"info@company.com. ઇનબોક્સમાં અવ્યવસ્થા અને ઓવરલોડમાં અન્ય યોગદાન, અકારણોસર તથા સૌથી વધુ ફોરર્વડિંગ ઇ-મેલ હોય છે.

હિવરના સીઇઓ નીરજ રાઉતે જણાવ્યું કે ઇ-મેલ કોમ્યુનિકેશન માટે એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય રીત છે. પરંતુ તેનો રિપોર્ટ દ્વારા અનેક એવા કારણો સામે આવી રહ્યાં છે જે આ વાત તરફ ઇશારો કરી રહ્યાં છે કે આ તૂટી રહ્યું છે અને તેમાં મહત્વપૂર્ણ બદલાવની જરૂરીયાત છે.

સરવે અનુસાર સરેરાશ એક પ્રોફેશનલને દિવસમાં 180 ઇ-મેલ આવે છે

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઇ-મેલ્સના 51 ટકા લોકો ગ્રૂપ ઇ-મેલથી મેળવે છે. સમસ્યા એ છે કે દરેક કર્મચારીઓ દરેક ઇ-મેલની એક કોપી રિસીવ કરનાર કંપની ગ્રુપના હિસ્સા હોય છે. કંપનીની ગતિવિધિઓ દ્વારા કર્મચારીને અપડેટ કરવા અથવા કોઇ વિશેષ પ્રોજેક્ટની બાબતમાં જાણકારી આપવા માટે પણ દરેકને ઇ-મેલ આવી રહ્યાં છે. આ ગેરજરૂરી ઇ-મેલની કોપી અ્ન્યને વણજોઇતી સીસી કરવાના ટ્રેન્ડને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33BKDmE
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here