વહેલાલ: દસક્રોઇ તાલુકાના કણભા,વહેલાલ,બારેજા, અસલાલી, સહિતના ગુજરાતી સમાજે કેનેડાના રેગીના ખાતે ગરબાનું આયોજન કર્યું હતું. જ્યા બે હજારથી વધુ ગુજરાતીઓ એકત્ર થયેલા અને પારંપરિક ગરબાના તાલે ટ્રેડીશનલ ડ્રેસ સાથે રાસ,ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. ગુજરાતીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ગુજરાતના ગામડાઓમાં માથે ગરબો લઇ માઇ ભકતો ઘુમતા હોય છે એવા દ્ર્શ્યો કેનેડામાં જોવા મળ્યા હતા.
કહેવાય છે કે ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે. પછી ભલે તેઓ ગુજરાતની બહાર કોઇ અન્ય રાજ્યમાં વસતા હોય કે અન્ય દેશમાં વસતા હોય. નવરાત્રી દરમિયાન ગુજરાતીઓ કોઇ પણ જગ્યાએ ગરબા રમીને પોતાનો તહેવાર ઉજવે છે. કેનેડામાં અલગ અલગ સીટીમાં નવરાત્રીનાં ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે કેનેડામાં રેગીના ખાતે થતા ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આ ગરબામા દસક્રોઇ તાલુકાના કુજાડ ના વતની અને અમદાવાદ નીવાસી જીગર પટેલ જેઓ કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શનમા ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવારી નોધાવી ચૂંટણી લડી રહ્યા છે તેઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2p0DugO
via IFTTT
No comments:
Post a Comment