બરવાળામાં ભૂખ હડતાળ ઉપર બેઠેલા 2 કર્મીની તબિયત લથડી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

બરવાળામાં ભૂખ હડતાળ ઉપર બેઠેલા 2 કર્મીની તબિયત લથડી

બરવાળા નગરપાલીકાના સફાઈ કામદારોની વિવિધ પડતર માંગણીઓ ન.પા.દ્વારા સંતોષવામાં ન આવતા સફાઈ કર્મચારીઓ સફાઈ કામથી અળગા રહી એક દિવસ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા છે જયારે અનસન ઉપર ઉતરેલા સફાઈ કર્માચારીઓ માંથી 2 કર્મચારીઓની તબિયત લથડતા બરવાળા ઇમરજન્સી 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

બરવાળા નગરપાલિકામાં ફરજ બજાવતાં રોજમદાર સફાઈ કામદારો દ્વારા વર્ષોથી કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા અને સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર લઘુતમ વેતન આપવા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને સફાઈ કામદારોએ બરવાળા ન.પા.ના સતાધીશોને વાંરવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી છતાં સફાઈ કામદારોના પ્રશ્નનું નિરાકરણ ન આવતા 38 રોજમદાર સફાઈ કામદારો 14 ઓક્ટોબરે એક દિવસ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જયારે પ્રતિક ધરણામાં કર્મીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 15 ઓક્ટોબરે સવારથી જ પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સફાઈ કામગીરીથી અળગા રહી ભુખ હડતાળ ઉપર ઉતરી ગયા છે.જેમાં મંજુલાબેન ખીમજીભાઈ ગળીયેલ અને જગદીશભાઈ રમેશભાઇ ગળીયેલ બે રોજમદાર સફાઈ કર્મચારીઓની તબિયત લથડતા બરવાળા ઇમરજન્સી 108 દ્વારા બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પ્રતાપસંગભાઈ બારડ પ્રમુખ ન.પા.બરવાળા, જી.સી.પટેલ ચીફ ઓફિસર ન.પા.બરવાળા, રાજુભાઈ જાદવ ઉપ પ્રમુખ સહિત હોદેદારો સમાધાનકારી વલણ દાખવી માંગણી પૈકીની મોટા ભાગની માંગણીઓ સ્વીકારવા સહમત થયા હતા. સફાઈ કર્મીઓ દ્વારા પહેલા માંગ પૂરી થાય પછી જ આંદોલન સમેટવાનું કહી સમાધાન ન કરતા સફાઈ કર્મીઓએ પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - 2 karmic health sticks sitting on hunger strike in the barn 061048


from Divya Bhaskar https://ift.tt/2VSlwt9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here