
દશેરા અને ત્યારબાદ દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનમાં પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પેસેન્જરોને કન્ફર્મ સીટ મળી રહે અને તેઓ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની 29 ટ્રેનોમાં ઓક્ટોબર મહિના દરમિયાન વધારાના સ્લીપર તેમજ થર્ડ એસી કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 13 ટ્રેનોમાં થર્ડ એસી કોચ, 7 ટ્રેનમાં સ્લીપર કોચ અને 9 ટ્રેનમાં સ્લીપર તેમજ થર્ડ એસી બન્ને કોચ જોડવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના પ્રવક્તા પ્રદીપ શર્માએ જણાવ્યું કે, બાંદ્રા - જામનગર એક્સપ્રેસ, બાંદ્રા - ભાવનગર એક્સપ્રેસ, બાંદ્રા - ભુજ એક્સપ્રેસ, દાદર - ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, ભાવનગર - કોચુવેલી એક્સપ્રેસ, ઓખા - તુતીકોરિન વિવેક એક્સપ્રેસ, ઓખા - વારાણસી એક્સપ્રેસ, ઓખા - જયપુર એક્સપ્રેસ, જામનગર - તિરુનવેલી એક્સપ્રેસ, હાપા - મડગાંવ એક્સપ્રેસ, ગાંધીધામ - પુરી એક્સપ્રેસ, સુરત - મહુવા એક્સપ્રેસ અને ગાંધીધામ - પુરી એક્સપ્રેસમાં એક એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MfqMTf
via
IFTTT
No comments:
Post a Comment