વિ.સં. 2075 : મેઈન બોર્ડ IPOમાં જંગી રિટર્ન SME આઇપીઓએ રોકાણકારોને રડાવ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

વિ.સં. 2075 : મેઈન બોર્ડ IPOમાં જંગી રિટર્ન SME આઇપીઓએ રોકાણકારોને રડાવ્યા

સંવત 2075 પ્રાઈમરી માર્કેટ માટે વધુ ફંડ એકત્ર કરી શક્યુ નહીં. કુલ 14 કંપનીઓ આઈપીઓ યોજી રૂ. 15,777.64 કરોડ એકત્ર કર્યા છે. જેમાં વર્ષના અંતે માત્ર 2ને બાદ કરતાં 12માં પોઝિટીવ રિટર્ન છૂટી રહ્યુ છે. વર્ષ દરમિયાન પણ ઝેલ્પમોક, સ્ટર્લિંગ એન્ડ વિલસન અને એમએસટીસી નેગેટીવ રહ્યા હતા. પરંતુ ધનતેરસના દિવસે ઝેલ્પમોક ડિઝાઈન 66ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 72ની સપાટીએ બંધ રહી 9 ટકા રિટર્ન આપ્યુ છે.

બીજીતરફ એસએમઇ પ્લેટફોર્મ ઉપર 53 આઈપીઓ યોજાવા સાથે રૂ. 1841.01 કરોડનુ ફંડ એકત્ર થયુ છે. 53માંથી 25માં નેગેટીવ રિટર્ન છૂટી રહ્યુ છે. સંવત 2074માં 138 યોજાયા હતા.

આઈપીઓ માર્કેટ સુસ્ત રહેવાના કારણો: 2019ની લોકસભા ચૂંટણી, ટ્રેડવોર ઈફેક્ટ, મંદ વૈશ્વિક ઈકોનોમી ગ્રોથ, બ્રેક્જિટ જેવા કારણોને પગલે ભારત નહીં વૈશ્વિક સ્તરે પણ આઈપીઓ માર્કેટ સુસ્ત રહ્યુ હતું.

તેમાંય મોદી સરકારે જીત મેળવ્યા બાદ નિર્મલા સિતારમણે જારી કરેલા બજેટની જાહેરાતોએ કંપનીઓને અસમંજસમાં મૂકી દીધી હતી. જો કે, પાછળથી સિતારમણે ભૂલ સુધારી કોર્પોરેટ ટેક્સમાં રાહત આપી હતી. જેનો લાભ નવા વર્ષમાં જોવા મળશે.

વેલ્થ ક્રિએશન માટે પણ અભ્યાસ જરૂરી

યુવાનોમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગનુ ચલણ વધ્યુ છે અને નવાં ડિમેટ એકાન્ટ્સની સંખ્યા વધી છે. રાતોરાત અમીર થવાના સપના છોડી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે રોકાણ કરવુ જોઈએ. ટૂંકાગાળાના દ્રષ્ટીકોણને બદલે લોંગ ટર્મ મૂડી રોકાણ કરવુ હિતાવહ રહેશે. યોગ્ય અભ્યાસના આધારે ક્વોલિફાઈ આઈપીઓમાં રોકાણ કરવાનો આગ્રહ રાખો જયદેવસિંહ ચુડાસમા, ઈન્વેસ્ટર પોઈન્ટ

સ્મોલ ફાઇનાન્સ બેન્ક્સના 8 IPO પાઇપલાઇનમાં

સ્મોલ ફાઈનાન્સ બેન્કોએ ઓપરેશન શરૂ કર્યાના 3 વર્ષની અંદર લિસ્ટિંગ કરાવવુ પડશે. જેની મુદ્દત 2020-21 સુધી પૂર્ણ થવા જઈ રહી છે. જેને જોતાં દેશની 8 સ્મોલ ફાઈનાન્સ બેન્કોએ આઈપીઓ યોજી લિસ્ટિંગ ફરિજ્યાતપણે કરાવવુ પડશે. ઈક્વિટાસ અને એયુ સ્મોલ ફાઈનાન્સ બીએસઈ પર લિસ્ટિંગ કરાવી ચૂકી છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ, સુર્યોદય સ્મોલ ફાઈનાન્સ, જના ફાઈનાન્સિયલ, ઉત્કર્ષનો આઈપીઓ આગામી વર્ષે યોજાશે.

ટોપ-5 મેઈન બોર્ડ ગેનર્સ

કંપની ઈશ્યૂ પ્રાઈસ બંધ -/+%

IRCTC 320 899 181

એફલ ઈન્ડિયા 745 1417 90

ઈન્ડિયા માર્ટ 973 1822 87

ન્યૂજન 215 400 86

મેટ્રોપોલિસ 880 1417 61

પોલિકેબ 538 818 52

અપકમિંગ IPO

ઈરડા, શ્યામ સ્ટીલ, ઓએનજીસી, ઈક્વિટાસ, SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિઝ, પીએનબી મેટલાઈફ, તેહરી હાઈડ્રો ડેવલોપ. કોર્પ. લિ., એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસ, મોબિક્વિક વગેરે...



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2WfHKoZ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here