સમન્વયવાદ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1855- 1907) - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 19, 2019

સમન્વયવાદ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1855- 1907)

આજે સરસ્વતીકાર તરીકે પંકાયેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, સ્વતંત્રતા સૈનિક કમળાશંકર પંડ્યા, સાહિત્યકાર જયંત પાઠક અને મહંમદઅલી ઝીન્હાનો જન્મદિવસ છે. નડિયાદમાં જન્મેલા ગોવર્ધનરામે નડિયાદ અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું. બી.એ, એલએલબી થઇ વકીલાત કરવી પણ નોકરી કરવી નહીંનો નિર્ધાર કર્યો. જીવનના ચાલીસમાં વર્ષે વ્યવસાયમાંથી રુખસદ લઇ શેષજીવન સાહિત્યને સમાજસેવામાં સમર્પિત કર્યું. ગોવર્ધનરામ કોલેજકાળથી જ કાવ્યો અને લેખો લખતા હતા. પરિણામે મનોદુત, હૃદયરુદીતશતક, મનન નોંધો (સ્ક્રેપ બુક્સ-૩ ભાગ, મરણોત્તર), સ્નેહ મુદ્રા, માધવરામ સ્મારિકા, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેયર ઇન્ફ્લુન્સ ઓન દિ સોસાયટી જેવા લેખ, કવિતાઓ અને નવલકથાના પુસ્તકો લખાયા. તેમનું સ્મરણ તેમની કીર્તિદા નવલકથા સરસ્વતીચંદ્ર માટે થાય છે. અંદાજે 1800 પૃષ્ઠોમાં વિસ્તરેલી પ્રસ્તુત નવલકથા ગુજરાતી સાહિત્યમાં પુરાણ, પંડિતયુગનું મહાકાવ્ય, મહાનવલ અને 19મા સૈકાના ગુજરાતની સંસ્કૃતિકથા એમ વિશેષણો ઓછા પડે તેટલી હદે પોંખાઈ છે. સરસ્વતીચંદ્ર નવલકથા પરથી ટેલિવિઝન શ્રેણીઓ પણ બની છે. 4 જાન્યુઆરી 1907એ અવસાન થયું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - synchronism govardhanram madhavram tripathi 1855 1907 063028


from Divya Bhaskar https://ift.tt/2qtGHGk
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here