રાજકોટ શહેર પોલીસના બાહોશ કર્મચારીઓ અને અધિકારીઓની ફરજને સલામ કરવા અને સન્માનિત કરવા દિવ્ય ભાસ્કરે ખાસ એવોર્ડ સમારંભ રાખ્યો છે. દિવ્ય ભાસ્કર પોલીસ એવોર્ડસ 2019માં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચકક્ષા સુધીના અધિકારીઓને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.
પોલીસ કોઇપણ તહેવાર, સંજોગ, કાર્યક્રમ કે પછી ઋતુમાં પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવે છે. શહેરમાં ગુનાખોરીના ગંભીર કેસોમાં ગણતરીના દિવસો અને અમુક કેસોમાં ગણતરીની કલાકોમાં આરોપીઓને સકંજામાં લીધા છે. તેમની આ કામગીરીને બિરદાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં સોમવારે સાંજે 4 કલાકે દિવ્ય ભાસ્કર પોલીસ એવોર્ડસ 2019 શરૂ થશે. જેનું સંચાલન મોડેલ અને ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ ભક્તિ કુબાવત કરશે. કીર્તિદાન ગઢવી પોતાના અંદાજમાં માહોલ બનાવશે. સિંગર ઈશાની દવે સૂર રેલાવશે તેમજ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી હાસ્યની છોળો ઉડાડશે. એવોર્ડ સમારંભમાં જાણીતા અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે અને સન્માનિત પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની કામગીરીની સરાહના કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JkUvcX
via IFTTT
No comments:
Post a Comment