પહેલાં સીટ અને પછી સાઇકલ ચોરાઇ તો બદલો લેવા 159 સીટ ચોરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

પહેલાં સીટ અને પછી સાઇકલ ચોરાઇ તો બદલો લેવા 159 સીટ ચોરી

ટોક્યો | જાપાનની ટોક્યો પોલીસે સાઇકલની 159 સીટ ચોરવાના આરોપસર 61 વર્ષના અકિયો હતોરીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ટોક્યોના ઓટા વાર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સાઇકલની સીટ ચોરાયાની ફરિયાદો મળી રહી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી અકિયોના ઘરે છાપો માર્યો. આ દરમિયાન પોલીસે સાઇકલની 159 સીટ કબજે લીધી. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે ગયા વર્ષે કોઇ તેની સાઇકલની સીટ ચોરી ગયું હતું અને તેના બીજા દિવસે સાઇકલ પણ ચોરાઇ ગઇ, જેથી બદલો લેવા માટે તે સાઇકલની સીટો ચોરવા લાગ્યો.

બ્રિટનના શાહી યુગલે ઇસ્લામાબાદમાં ‘ટૂક ટૂક’માં સવારી કરી

બ્રિટિશના શાહી પરિવારનું રોયલ કપલ- પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેથરિન બુધવારથી પાકિસ્તાનના પાંચ દિવસના સત્તાવાર પ્રવાસે પહોંચ્યું છે. અહીં તેઓ પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. બ્રિટિશ હાઇ કમિશનરે તેમના માનમાં ઇસ્લામાબાદના નેશનલ મ્યૂઝિયમ ખાતે ડિનરનું આયોજન કર્યું હતું, જ્યાં વિલિયમ-કેથરિન ઓટો રિક્ષામાં પહોંચ્યા હતા. પાકિસ્તાનમાં આવી ઓટો રિક્ષા ‘ટૂક ટૂક’ તરીકે મશહૂર છે. આ ઇવેન્ટમાં વિલિયમે ડિઝાઇનર શેરવાની પહેરી હતી અને કેથરિને બ્રિટિશ ડિઝાઇનર ઇવનિંગ ગાઉન પહેર્યું હતું. આ ડિનરમાં પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ અને સરકારના મંત્રીઓ હાજર રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - revenge if stolen first seat and then cycle 159 seats stolen 062640
Div News - revenge if stolen first seat and then cycle 159 seats stolen 062640


from Divya Bhaskar https://ift.tt/33Bj6S9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here