દીપડાએ 10 ફૂટ ઉંચી દીવાલ ઠેકી ઘરમાં ઘૂસી વૃધ્ધને ફાડી ખાધા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 25, 2019

દીપડાએ 10 ફૂટ ઉંચી દીવાલ ઠેકી ઘરમાં ઘૂસી વૃધ્ધને ફાડી ખાધા


બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ગઇરાત્રે ઘરની 10 ફુટની દિવાલ કુદી અંદર ખાબકેલા દિપડાએ 75 વર્ષિય વૃધ્ધ પર હુમલો કરી ગળામાથી પકડી 50 ફુટ સુધી ઢસડીને ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ વૃધ્ધનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. મોટા મુંજીયાસર ગામના વાઘજીભાઇ મોહનભાઇ પટોળીયા (ઉ.વ.75) નામના વૃધ્ધ રાત્રીના સમયે પોતાના ઘરની ઓસરીમા સુતા હતા તે સમયે શિકારની શોધમા નીકળેલો દિપડો ગામમા આવી ચડયો હતો. અને તેમના ઘરની 10 ફુટ ઉંચી વંડી ટપી અંદર પડયો હતો. દિપડાએ વાઘજીભાઇનો શિકાર કરવા માટે તેમને ગળામાથી જ પકડયા હતા. અને ફળીયામા 50 ફુટ દુર સુધી ઢસડી ગયો હતો. દિપડાએ ગળામાથી પકડયા હોય આ વૃધ્ધ ઉહકારો પણ કરી શકયા ન હતા.

જો કે પરિવારના અન્ય સભ્યો જાગી જતા હાકલા પડકારા કરતા દિપડો દિવાલ કુદી નાસી ગયો હતો. પરિવારના સભ્યોએ ગંભીર રીતે ઘવાયેલા વાઘજીભાઇને સારવાર માટે તાબડતોબ પ્રથમ બગસરાના સરકારી દવાખાને ખસેડયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડયા હતા. પરંતુ અમરેલી સિવીલમા પહોંચે તે પહેલા જ તેમનુ મોત થયુ હતુ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MLHsmQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here