રેલવેએ 10 દિવસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 4110 યાત્રિક પાસેથી 32 લાખનો દંડ વસુલ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

રેલવેએ 10 દિવસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 4110 યાત્રિક પાસેથી 32 લાખનો દંડ વસુલ્યો

રાજકોટ | દિવાળીના તહેવારને લઈને રેલવેના યાત્રિકોની સંખ્યા તો વધી છે સાથે સાથે ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પણ વધ્યા છે. તાજેતરમાં જ છેલ્લા 10 દિવસ દરમિયાન ખુદાબક્ષો જુદી જુદી ટ્રેનોમાં ફરવા નીકળ્યા હતા પણ રેલવેની ચેકિંગ સ્કવોડની ઝપટે ચડી જતા 4110 યાત્રિક ટિકિટ વિના યાત્રા કરતા પકડાયા હતા જેને રેલવેએ રૂ.32,83,160નો દંડ ફટકાર્યો છે.રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ દ્વારા તારીખ 11 થી 20 ઓક્ટોબર દરમિયાન ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું જેમાં કુલ 4110 કેસમાં 32 લાખનો દંડ ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો પાસેથી વસૂલાયો હતો. દિવાળીના તહેવારો દરમિયાન આરક્ષિત ટિકિટધારકોને તકલીફ ન પડે અને અને ટિકિટ વિના યાત્રા કરતા મુસાફરોને પકડી પાડવા માટે સિનિયર ડીસીએમ રવીન્દ્ર શ્રીવાસ્તવ અને સહાયક વાણિજ્ય પ્રબંધક (કોચિંગ) અસલમ શેખના માર્ગદર્શન હેઠળ 45 ટીટીઈ દ્વારા 51 એક્સપ્રેસ ટ્રેનમાં સઘન ચેકિંગ કરાયું હતું. જેમાં ટિકિટ વિના યાત્રા કરતા 2885 કેસમાં 23.86 લાખ, ઉચ્ચ વર્ગમાં યાત્રા કરતા 1177 યાત્રિકો પાસેથી 8.09 લાખ અને બુક નહીં કરેલા લગેજના 48 કેસમાં 2085 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત રેલવે પરિસરમાં ગંદકી ફેલાવતા 145 કેસમાં 14,500નો દંડ ફટકારાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qHt72f
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here