યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયો ગુન્ટરેસે સુરક્ષા પરિષદની બેઠકમાં એક નિવેદન કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ગુન્ટરેસે કહ્યું કે, દુનિયા આતંકવાદ, હિંસા, કટ્ટરવાદ અને સાયબર આતંકના કારણે અભૂતપૂર્વ ખતરાનો સામનો કરી રહી છે. આ ખતરાથી દરેક દેશ પ્રભાવિત છે અને તેનાથી સંઘર્ષ વધે છે. આ પરિબળોએ દરેક ક્ષેત્રને અસ્થિર કર્યા છે. ગુન્ટરેસે સુરક્ષા પરિષદની મંત્રી સ્તરીય બેઠકમાં આ નિવેદન કર્યું હતું. ગુન્ટરેસે કહ્યું કે, હવે દુનિયાએ સાયબર આતંકવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે, તેમાં સોશિયલ મીડિયા અને ડાર્ક વેબનો ઉપયોગ હુમલામાં તાલમેલ કરવા, પ્રચાર કરવા અને નવા લોકોને પોતાની સાથે જોડવા કરવામાં આવે છે. આતંકવાદના ભયાનક ખતરા સામે આપણે તેને રોકવાના પ્રયાસોમાં એકબીજાને સાથ આપવો જોઈએ. તેનો ઝડપથી ઉકેલ લાવવાની સાથે માનવાધિકારોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
ભારત 15 કેરેબિયન દેશના વિકાસ માટે રૂપિયા 1450 કરોડ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-કેરિકોમ સંમેલનમાં ભાગ લીધો હતો. કેરિકોમ 15 કેરેબિયન દેશનું જૂથ છે. તેમાં મોદીએ કહ્યું કે, ભારત કેરેબિયન દેશો સાથે મારા સંબંધ બનાવીને તેને નવી ઊંચાઈએ પહોંચાડવા માંગે છે. અમે તેમની વિકાસ પરિયોજનાઓ માટે રૂ. 100 કરોડનું અનુદાન આપીશું. સૌર, નવીનીકરણ ઊર્જા અને ક્લાઈમેટ ચેન્જ સંબંધિત પરિયોજનાઓ માટે પણ તેમને રૂ. 1350 કરોડ અપાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n11uzg
via IFTTT
No comments:
Post a Comment