ટ્રોમ્સો: રશિયાના માછલી પકડવાના જહાજમાં નોર્વેના ટ્રોમ્સો બંદર નજીક આગ લાગી હતી. બુધવારે લાગેલી આગને ગુરુવાર સુધીમાં પણ ઓલવી શકાઇ નહોતી. સંપૂર્ણપણે ખાક થયા બાદ આ જહાજ પલટી ખાઈ સમુદ્રમાં ડૂબી ગયું હતું. તેમાં સવાર 29 ક્રૂ મેમ્બર ઘવાયા હતા જેમને હોસ્પિટલે ખસેડાયા. રશિયાના વાણિજ્ય દૂતાવાસ અનુસાર મેન્ટેનન્સ દરમિયાન વેલ્ડિંગમાં લાપરવાહીને કારણે આગ લાગી હતી.
300 મીટરમાં પ્રવેશ પર બેન, 100 લોકોને નજીકના વિસ્તારોથી હટાવાયા
જહાજમાં આગ લાગ્યા પછી 300 મીટરના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આજુબાજુ રહેતા 100 લોકોને પણ હટાવી દેવાયા હતા. જહાજમાં અેમોનિયા ટેન્ક પણ હતી જેને સુરક્ષા એજન્સીઓએ બચાવી લીધી નહિંતર વધારે નુકસાન થઈ જાત.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nEV896
via IFTTT
No comments:
Post a Comment