રેતી ભરેલી ટ્રક રોકતા ગાડી ચઢાવી દેવાની ધમકી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

રેતી ભરેલી ટ્રક રોકતા ગાડી ચઢાવી દેવાની ધમકી

નસવાડી: નસવાડી તાલુકા પંચાયત પાસે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક અટકાવી રોયલ્ટી માંગતા તેની પાસે ન હોઇ ધામસીયા ચેક પોસ્ટ પરના વજનકાંટા પર લઇ જતા હતા. નસવાડી મામલતદારની જીપ પાછળ આવતી હતી. ત્યારે કારમાં આવેલા શખ્સો ટ્રક આગળ ગાડી આડીને કરીને રેતી રોડ પર ખાલી કરી લઇ ગયા હતા.કર્મચારીને ધક્કો મારી પાડી દીધા હતા અને ધમકી આપી હતી કે ફરી અમારી ટ્રક રોકશો તો તમારી ગાડી ચડાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા નસવાડી પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાવાતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.


નસવાડી નજીકથી પસાર થતા મુખ્ય નેશનલ હાઈવે નંબર 56 પર અને નસવાડી નર્મદા કેનાલ સાથે નસવાડી ટાઉનમાંથી ઓવરલોડ ટ્રકો રેતી ભરીને પસાર થતી હોય રોડ રસ્તા બિસમાર બન્યાં છે. જેને લઈ જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરની સૂચના મુજબ નસવાડી મામલતદાર દ્વારા બે દિવસથી કડક ચેકિંગ હાથ ધરાયું હતું.નસવાડી તાલુકા પંચાયત પાસેથી પસાર થતી ટ્રકને અટકાવી હતી. જેની પાસે રોયલ્ટી પાસ ન હતા. જેથી તેને ધામસિયા ચેકપોસ્ટ પર વજન કાંટા પર લઈ જવા અન્ય કર્મચારીઓ સાથે હોય રેતીની ટ્રક પાછળ મામલતદારની જીપ ચાલતી હતી. ત્યારે કારમાં આવેલા લોકોએ ધામસિયા નજીક કાર ટ્રક આગળ ઉભી રાખીને રેતી ભરેલી ટ્રક રોડ વચ્ચે ટ્રક ખાલી કરાવતા ટ્રકમાં બેસેલા મામલતદાર કચેરીના કર્મચારી વિપુલભાઈ ચૌધરી નીચે ઉતર્યા હતા. ત્યારે કાર લઈને આવેલા વ્યક્તિઓએ તેમની સાથે મગજમારી કરી હતી અને હુમલો કરી ધક્કો મારીને પાડી દીધા હતા.


ટ્રક રોડ પર ખાલી કરી ટ્રક લઈ ગયા હોય નસવાડી મામલતદાર દ્વારા નસવાડી પોલીસને જાણ કરી હતી. નસવાડી પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર રિતેશભાઈ દેસાઈએ પોલીસ ફરીયાદ આપતા નસવાડી પોલીસ ટ્રક ચાલક સહીત અન્ય ત્રણ આરોપી વિરૂદ્ધ સરકારી કર્મચારી પર હુમલો, સરકારી કામમાં રૂકાવટ તેમજ અન્ય કલમના આધારે ગુનો દાખલ કર્યો છે. જેમાં 379/283/353/186/294(ખ) 506.(2),114 તથા મિનરલ એક્ટની કલમ 2017 3/5/21/3 મુજબ ગુનો નોંધાયો છે. આ ગુનામાં બોડેલી સીપીઆઈ ગુનો દાખલ કરનાર અને તપાસ કરનાર અધિકારી નસવાડી પીએસઆઈ કરી રહ્યા છે. નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જ ભારે ચર્ચાઓ ઉઠી છે સાથે જ બે દિવસના નસવાડી મામલતદારના કડક ચેકિંગમાં રેતીની ટ્રકો અન્ડર લોડમાં ચાલી રહી છે. જ્યારે નસવાડી મામલતદાર ઓવરલોડ ટ્રકો રોડ પર જરાય ચલાવી નહીં લઉં અને રોયલ્ટી ફરજીયાત ડ્રાઈવર સાથે રાખવાનું તેમ જણાવ્યું છે.


ગેરકાયેદ ચાલતી લીઝોમાંથી ચેકિંગ સાથે કાર્યવાહી ક્યારે કરાશે
ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો રોડ પર દોડે છે. પરંતુ જે લીઝમાંથી ઓવરલોડ રેતી ટ્રકો ભરાય છે. તેમની સામે કડક કાર્યવાહી થતી ન હોય ઓવરલોડ રેતીનું વહન ટ્રકોમાં થતું હોય છે. આ બાબતે ખાન ખનીજ વિભાગ કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે?

આરોપીના નામ અને તેમના વાહનના નંબર
(1) હાઈવા ટ્રક નંબર GJ 05 BX 0660 નો ચાલક ડ્રાઈવર ગિરીશ ભાઈ ઈશ્વર ભાઈ તડવી (2) દુષયતસિંહ રહે રાજપીપળા જી નર્મદા (3) દુષયતસિંહ નો ભત્રીજો નામ ઠામ ની જાણ નથી (4) સુઝુકી કંપની ની બ્રિજા ફોર વહીલ નંબર GJ 22 H 3419 ને ચાલવનાર ની નામ ઠામ જાણ નથી સામે ગુન્હો દાખલ થયો છે .



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Threats of overturning stopped by a sand truck


from Divya Bhaskar https://ift.tt/2nl11bf
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here