2018માં ભારતમાં 1.74 કરોડ પર્યટક આવ્યા, 2023 સુધીમાં વિશ્વનું ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ 39 લાખ કરોડ રૂપિયાનું હશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

2018માં ભારતમાં 1.74 કરોડ પર્યટક આવ્યા, 2023 સુધીમાં વિશ્વનું ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ 39 લાખ કરોડ રૂપિયાનું હશે

નવી દિલ્હી: દર વર્ષે 27 સપ્ટેમ્બરે દુનિયાભરમાં વર્લ્ડ ટૂરિઝમ ડે મનાવાય છે. યુનાઇટેડ નેશન્સનું વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન તેનું નેતૃત્વ કરે છે. તેનો હેતુ લોકોને પર્યટનનું મહત્ત્વ સમજાવવાનો છે. ગ્લોબલ કોમ્યુનિટી પર ટૂરિઝમ કેવી અસર કરે છે તે વિશે ઇવેન્ટ્સ થાય છે. આ વર્ષના વર્લ્ડ ટૂરિઝમ ડેનું ફોકસ સ્કિલ્સ, એજ્યુકેશન અને જોબ્સ પર છે. 2018માં સમગ્ર વિશ્વમાં 140.1 કરોડ પર્યટકોએ વિદેશયાત્રા કરી, જેમાં સૌથી વધુ ટૂરિસ્ટ ફ્રાન્સ ફરવા ગયા હતા. ત્યાર પછી સ્પેન, અમેરિકા અને ચીનનો નંબર આવે છે. 2018માં તૂર્કી અને વિયેતનામે પર્યટનમાં અનુક્રમે 21.7 અને 19.9% જ્યારે ભારતે 12.1% વૃદ્ધિ કરી.


ઓનલાઇન ટ્રાવેલ બજાર
સ્ટેટિસ્ટા ગ્લોબલ કન્ઝ્યુમર સરવે 2018 મુજબ દર વર્ષે વિશ્વમાં ઓનલાઇન માર્કેટ વિસ્તરી રહ્યું છે. 2017 સુધીમાં આ માર્કેટ 36,184 કરોડ ડોલરનું હતું, જે 2023 સુધીમાં 39 લાખ કરોડ રૂ.નું થઇ જશે.

ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં ભારતીય મહિલાઓની હિસ્સેદારી 15% રહી છે
ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ડ્રાઇવિંગ વિમેન સક્સેસના રિપોર્ટ મુજબ ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં મહિલાઓની સૌથી વધુ હિસ્સેદારી રશિયામાં રહી. ત્યાંની ઇકોનોમીમાં મહિલાઓની હિસ્સેદારી 45%થી વધુ રહી જ્યારે ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં મહિલાઓની હિસ્સેદારી અંદાજે 55% રહી. ભારતમાં ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં મહિલાઓની હિસ્સેદારી 15% રહી.


ઓનલાઇન કન્ઝ્યુમર
ઉંમરના હિસાબે સમજવાનો પ્રયાસ કરીએ તો 25થી 34 વર્ષના વયજૂથના લોકો ઓનલાઇન ટ્રાવેલિંગ માર્કેટનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. હાલ સિનિયર સિટિઝન્સમાં આ ટ્રેન્ડ ઓછો જોવા મળી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2m9u4OH
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here