
રાજ્ય વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાનો સોમવારે તા. 30મી સપ્ટેમ્બરે છેલ્લો દિવસ છે. કોંગ્રેસે તેના ચાર ઉમેદવાર જાહેર કરી દીધા છે અને બાકીના ચાર છેલ્લા દિવસે જાહેર થાય તેવી શકયતા છે. ચાર બેઠકમાં અમરાઇવાડીની બેઠક પર ભાજપમાંથી કોંગ્રેસમાં આવનાર અને વર્ષ 2017માં ટીકીટ ન મળતા ઓહોપાહ કરનાર ધર્મેન્દ્ર પટેલને ટીકીટ આપી છે. હજુ તેના ઉમેદવાર જાહેર કર્યાા નથી, કારણ કે, થરાદનું કોકડું ગુંચવાયું હોવાથી હજુસુધી ભાજપે કોઇ ઉમેદવારની જાહેરાત કરી નથી. અમિત શાહ સોમવારે અમદાવાદમાં આવ્યા પછી પ્રદેશ ભાજપ ઉમેદવારની જાહેરાત કરે તેવી શકયતા છે. ભાજપને ઉમેદવાર જાહેર કરવા માટે વધારે મુશ્કેલી પડે છે, પેટાચૂંટણી સામાન્યરીતે એકતરફી હોવાથી ઉમેદવારી મેળવવા માટે ભારે રસાકસી છે. આવા સંજોગોમાં અમિત શાહ ગુજરાત આવી રહ્યા હોવાથી થરાદનો મામલો ગુંચવાયો છે. ભાજપમાં ભાગ્યે જ બનતી ઘટના બનશે કે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે છ ઉમેદવાર જાહેર કરવા પડે. પેટાચૂંટણી રાંધનપુર,ખેરાલું,થરાદ,બાયડ,લુણાવાડા,અમરાઇવાડી બેઠકની છે. કોંગ્રેસ થરાદમાં એનએસયુઆઇના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, બાયડમાં જસુ શિવાભાઇ પટેલ,અમરાઇવાડીમાં ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપી છે, હજુ ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nM1940
via
IFTTT
No comments:
Post a Comment