

કરણ જોહરની અપકમિંગ પીરિયડ ફિલ્મ ‘તખ્ત’ ઔરંગજેબ અને તેના ભાઈ દારા શિકોહના સંબંધ પર આધારિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટની એનાઉન્સમેન્ટ તેણે પહેલા જ કરી દીધી હતી. સૂત્રો મુજબ, ‘કરણે થોડા દિવસ પહેલા જ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ એક મોટા પ્લેટફોર્મને 75 કરોડમાં વેચી દીધા છે. જોકે, અત્યારે તેણે આ વાત ઓફિશિયલી કન્ફર્મ નથી કરી. ફિલ્મમાં અનિલ કપૂર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. આ મેગા બજેટ ફિલ્મનું શૂટ આવતા વર્ષે શરૂ થવાનું છે. ફિલ્મમાં વિક્કી (ઔરંગજેબ) અને રણવીર સિંહ (દારા શિકોહ)નો રોલ પ્લે કરી રહ્યા છે. કરણની આ પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ હશે જેનું નિર્દેશન તે સ્વયં કરી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oMtqI4
via
IFTTT
No comments:
Post a Comment