
મુંબઈ: અંધેરીમાં એક આખી હોટેલ ભાડે લઈને તેમાં દેશવિદેશી મહિલાઓ થકી હાઈફાઈ સેક્સ રેકેટ ચલાવવાનું મોટું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10એ પકડી પાડ્યું છે. આ કેસમાં ત્રણ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ભદ્ર વર્ગના દેશવિદેશી ગ્રાહકોને દેશવિદેશી મહિલાઓ પૂરી પાડતા હતા.ઈન્ટરનેટ થકી મુંબઈ એસ્કોર્ટસ, વીઆઈપી સેલિબ્રિટી, હોટ જીએફ નામે સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ થકી સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે એવી માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા અનેક દિવસોથી તપાસ કરી રહી હતી. આ તપાસમાં એનજીઓની પણ મદદ લેવામાં આવી હતી.
ગ્રાહકો પાસેથી કલાકના રૂ. 10,000 અને વિદેશી મહિલા હોય તો રૂ. 20,000 લેતા
તપાસમાં વિશ્વસનીય માહિતી મળ્યા પછી 28મીએ ડમી ગ્રાહકો મોકલીને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે હોટેલ ઈલાઈટ, પ્લોટ નં. 183, શહીદ ભગતસિંહ કોલોની, જે. બી. નગર મેટ્રો સ્ટેશન નજીક, અંધેરી પૂર્વમાં ડમી ગ્રાહક મોકલ્યા પછી પંચો સાથે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે વેશ્યાગમન માટે લાવવામાં આવેલી બે મહિલાઓ અને ત્રણ દલાલોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં ગુલ્લી ઉર્ફે ભોલા ઉર્ફે કરણ નમન યાદવ (33), સંતોષ વી. યાદવ (36), અશોક જગદીશ યાદવ (38)નો સમાવેશ થાય છે, જ્યારે સમીર અને અમર યાદવની શોધ ચલાવવામાં આવી રહી છે. કબજામાં લેવાયેલી બે મહિલાઓનો છુટકારો કરાયો છે. ગુલ્લી અને અમર યાદવ ભાગીદારીમાં મહિને રૂ. 5 લાખના ભાડા પર હોટેલ ચલાવતા હતા. હોટેલમાં 18-20 રૂમો છે. ગ્રાહકો પાસેથી કલાકના રૂ. 10,000 અને વિદેશી મહિલા હોય તો રૂ. 20,000 લેતા હતા. આરોપીઓ પાસેથી 8 સિમકાર્ડ, મોબાઈલ ફોન, રૂ. 16,000ની રોકડ હસ્તગત કરાયાં હતાં. આરોપીઓની ઊલટતપાસ લેતાં દેશવિદેશી મહિલાઓ ગ્રાહકોને પૂરી પાડતા હતા. ખાસ કરીને ભદ્ર વર્ગના દેશવિદેશી ગ્રાહકોને તેઓ મહિલાઓ પૂરી પાડતા હતા, જેની સામે તગડી રકમ લેતા હતા.
મોડેલો-ટીવી સ્ટાર પણ સામેલ
દરમિયાન આરોપીઓએ એવી કબૂલાત કરી છે કે તેઓ અમુક મોડેલો અને ટીવી કલાકારો પણ ગ્રાહકોને પૂરી પાડતા હતા. અમુક કોલેજિયન યુવતીઓ પણ હોવાનું જણાવ્યું છે. ગ્રાહક નક્કી થયા પછી તેને દેશવિદેશી મહિલાઓ - યુવતીઓના વ્હોટ્સએપ પર ફોટો મોકલવામાં આવતા હતા. ગ્રાહક વિદેશીની પસંદ કરે અને જોવાનો આગ્રહ કરે તો બાંદરા લિન્કિંગ રોડ પર એક પ્રસિદ્ધ હોટેલમાં મિટિંગ કરાવવામાં આવતી હતી. ગઈકાલે છુટકારો કરાયો તેમાંથી એક યુવતી આસિસ્ટન્ટ સર્જન છે. આમ, આર્થિક ભીંસમાં હોય અથવા વધુ નાણાં કમાવાં હોય તેઓ આરોપીઓ પાસે આ કામ કરવા માટે આવતી હતી, એમ પોલીસે આરોપીઓની પૂછપરછને આધારે જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2mbQsar
via IFTTT
No comments:
Post a Comment