વૈષ્ણોદેવીનો 13 કિ.મી. માર્ગ વિદેશી ફૂલોથી સજ્યો, 4 લાખ લોકો પહોંચશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, September 29, 2019

વૈષ્ણોદેવીનો 13 કિ.મી. માર્ગ વિદેશી ફૂલોથી સજ્યો, 4 લાખ લોકો પહોંચશે

કટારાથી મોહિત કંધારી: માતા વૈષ્ણોદેવીનો 13 કિમી લાંબો પગપાળા માર્ગ આજકાલ વિદેશી ફૂલોથી મહેકી રહ્યો છે. શ્રાઈન બોર્ડે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ અને યુએઈથી વિવિધ પ્રકારના ફૂલ મગાવ્યાં છે. વૈષ્ણોદેવીમાં 9 દિવસ ચાલનારા શતચંદી યજ્ઞના વૈદિક મંત્ર અહીં દરેક જગ્યાએ સંભળાઈ રહ્યાં છે. મહા અષ્ટમીના દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. આ વખતે શ્રાઈન બોર્ડના ભોજનાલયમાં વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા કરાઈ છે જ્યાં દરરોજ હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. વૈષ્ણોદેવી મંદિરમાં સપ્ટેમ્બર 1986થી પૂજા કરી રહેલા મુખ્ય પૂજારી ગોપાલદાસ શર્માએ જણાવ્યું કે માના આ મંદિરનું સ્થાન શક્તિપીઠોની સમકક્ષ મનાય છે. માની પારંપરિક પૂજા દિવસમાં બે વાર થાય છે. અહીં આરતીની પ્રક્રિયા અન્ય સ્થળો કરતા અલગ અને લાંબી છે. પૂજારી પહેલા ગુફાની અંદર આરતી કરે છે. પછી ગુફાની બહાર ભક્તોની સામે આરતી થાય છે. આરતી પહેલાં આત્મશુદ્ધિ માટે પૂજારી આત્મપૂજન કરે છે.

કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે કૌરવો પર વિજય માટે માતા વૈષ્ણોનો આશીર્વાદ લો

માન્યતા છે કે અહીં સતીનું માથું પડ્યું હતું. જિઓલોજિકલ સ્ટડી મુજબ આ ગુફા હજારો વર્ષ જૂની છે. આ મંદિર વૈદિક યુગનું મનાય છે. ઋગ્વેદમાં પણ ત્રિકુટ પર્વત પર વસેલા આ મંદિરનો ઉલ્લેખ છે. તે પછી મહાભારતમાં પણ માતા વૈષ્ણોદેવીનો ઉલ્લેખ આવે છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે કૌરવો પર વિજય માટે માતા વૈષ્ણોનો આશીર્વાદ લો. એ પણ કહેવાય છે કે, સૌથી પહેલાં અહીં પૂજા પાંડવોએ જ કરી હતી. ગુફાની સામે ગોલ્ડ પેટેડ પ્રવેશદ્વાર આ વર્ષે ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. 2018માં અહીં કુલ 85.87 લાખ તીર્થયાત્રી આવ્યા હતા. આ વર્ષે ઓગસ્ટ સુધી 53.38 લાખ આવી ચૂક્યા છે. આ સંખ્યા ગત વર્ષના આ સમય સુધીની તુલનાએ 6 લાખ ઓછી છે. આ વર્ષે રેલવે વૈષ્ણોદેવી માટે નવી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ 3 ઓક્ટોબરથી શરૂ કરી રહ્યું છે, જેનાથી નવી દિલ્હી થઈ કટરાની યાત્રા માત્ર 8 કલાકમાં થશે.

આખું વર્ષ 85 લાખ ભક્તો આવે છે, ટ્રસ્ટની વાર્ષિક કમાણી 400 કરોડ રૂપિયા
નવરાત્રીમાં ચાર લાખ શ્રદ્ધાળુ પહોંચશે: માતા વૈષ્ણોદેવી શ્રાઈનબોર્ડ મુજબ આ નવરાત્રીમાં 4 લાખ શ્રદ્ધાળુ પહોંચશે. આખા વર્ષમાં 85 લાખથી વધુ ભક્તો અહીં આવે છે.
સોનાથી ગુફાનો પ્રવેશદ્વાર બન્યો છે: 13 કિમી લાંબો યાત્રા માર્ગ આ વખતે વિદેશી ફૂલોથી શણગારાયો છે. 96 ફૂટ લાંબી ગુફાનો પ્રવેશદ્વાર સોનાથી બનાવવામાં આવ્યો છે.
400 લોકો દિવસ-રાત કામમાં લાગ્યા: 400 સ્વયંસેવકની એક ફોજ દિવસ-રાત કામ કરી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કટરા, શ્રાઈન ભવનની પાસે બેઝ કેમ્પ બનાવાયું છે.
ગત વર્ષે 418 કરોડ ચઢાવો થયો હતો: 2017-18માં મંદિરમાં રૂ. 418.54 કરોડનો ચઢાવો આવ્યો હતો જ્યારે 2018-19માં 380.41 કરોડનો ચઢાવો આવી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
13 km from Vaishnodevi The route will reach 4 million people, adorned with exotic flowers


from Divya Bhaskar https://ift.tt/2nHzyRi
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here