કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ 2014માં મતદાન કરવા બદલ સફીઉલ્લાહ સફી નામના એક શખસની જમણા હાથની આંગળી કાપી નાંખી હતી છતાં તેણે શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડાબા હાથની આંગળીથી મતદાન કર્યું. સફીએ પછી કહ્યું કે મને ખબર છે તે એક બહુ પીડાદાયક અનુભવ હતો પરંતુ એ માત્ર એક આંગળી હતી. જ્યારે મારાં બાળકો અને દેશના ભવિષ્યની વાત આવે છે તો હું મારો હાથ કપાવીને પણ નહીં બેસી રહું. સફીએ કહ્યું 2014માં મેં વોટિંગ કર્યું હતું. તેના એક દિવસ પછી કાબુલથી યાત્રા કરી હતી. મારી આંગળી પર વોટિંગની શાહી લાગેલી હતી. દરમિયાન તાલિબાનોએ મને કારમાંથી બહાર કાઢી રોડથી દૂર લઇ ગયા હતા. જ્યાં તેમણે કોર્ટ બેસાડી હતી. તેમણે એવું કહેતા મારી આંગળી કાપી નાંખી કે મેં તેમની ચેતવણી છતાં વોટિંગમાં ભાગ લીધો. આ વખતે પરિવારે ના પાડી હતી છતાં મેં મતદાન કર્યું.
આ વખતે ચૂંટણી દરમિયાન તાલિબાનોએ 68 હુમલા કર્યા
અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી દરમિયાન થયેલા વિસ્ફોટોમાં 5 સુરક્ષાકર્મી માર્યા ગયા અને 37 લોકો ઘાયલ થયા. સંરક્ષણમંત્રી અસદુલ્લાહ ખાલિદે જણાવ્યું કે દુશ્મનોએ દેશભરમાં ચૂંટણી વિરુદ્ધ 68 હુમલા કર્યા પરંતુ મોટા ભાગના હુમલા સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ngrfMl
via
IFTTT
No comments:
Post a Comment